લોકસભામાં નાણામંત્રીએ કયું બિલ રજૂ કર્યું ? શું કહ્યું ? જુઓ
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં બેંકિંગ કાયદા (સુધારા) બિલ 2024 રજૂ કર્યું હતું. સંસદમાં હંગામાને કારણે આ મુખ્ય બિલ રજૂ કરવામાં વિલંબ થયો હતો. જોકે, આ બિલ વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું અને કોંગી સહિતના વિપક્ષી સભ્યોએ હંગામો મચાવ્યો હતો. નિર્મલાએ કહ્યું હતું કે ગ્રાહકોને વધુ સુગમતા આપવા અને વહીવટને વધુ મજબૂત કરવાનો સુધારાનો હેતુ છે. મુખ્ય વાત એ છે કે ગ્રાહકને 1 ને બદલે 4 નૉમિનીના નામ આપવાની છૂટ મળશે.
નાણાકીય ક્ષેત્રમાં સતત સુધારા અને ટેકનોલોજીના નવીન ઉપયોગથી ભારતમાં નાણાકીય બજારો મજબૂત બન્યા છે. બેન્કિંગ લોઝ (સુધારા) બિલ 2024 સાથે, સરકાર બેન્કિંગ સેક્ટરને વેગ આપવા માટે પરિસ્થિતિનો લાભ લેવા માંગે છે. આ વર્ષની શરૂઆતમાં, નાણાકીય ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે કેન્દ્રીય બજેટ 2023-24માં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
બિલ શા માટે રજૂ કરવામાં આવ્યું?
બેન્કિંગ સેક્ટરમાં સુધારા માટે, સરકારે બેન્કિંગ લોઝ (સુધારા) બિલ 2024 લાવ્યા, જેનો હેતુ બેન્કિંગ સેક્ટરના નિયમનકારી માળખાને આધુનિક બનાવવા અને વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ બેન્કિંગ કાયદાઓમાં સુધારો કરવાનો છે.
બિલની મુખ્ય જોગવાઇઓ
- ખાતાધારકને 1 ને બદલે 4 નૉમિની આપવાની છૂટ મળશે
- દાવા વિનાની સંપત્તિને ઇન્વેસ્ટર એજ્યુકેશન ફંડમાં ટ્રાન્સફર થશે
- પર્યાપ્ત વ્યાજની પરિભાષા બદલાશે, તેની સીમા રૂપિયા 5 લાખથી વધી 2 કરોડ થશે
- બેન્કોના ઓડિટની ગુણવત્તા સુધરશે, સરકારી બેન્કોને આ માટે છૂટછાતો મળશે
- સહકારી બેન્કોમાં ડાયરેકટરોના કાર્યકાળને 8 વર્ષથી વધારી 10 વર્ષ કરાશે
- ઓડિટરોને અપાતી ફી નક્કી કરવાની આઝાદી બેન્કોને મળશે
ચીન સાથે વાતચીત ચાલુ જ છે; જયશંકર
દરમિયાનમાં વિદેશમંત્રી જયશંકરે લોકસભામાં ચીન અંગે નિવેદન આપીને કહ્યું હતું કે ચીન સાથે સીમા પર સંપૂર્ણ શાંતિ બનાવી રાખવા માટે વાતચીત ચાલુ જ છે અને સીમા વિવાદ ઉકેલવા અમે સંકલ્પબદ્ધ છીએ. એલએસી પર અત્યારે સામાન્ય સ્થિતિ છે. અહીં સેના દ્વારા ઝડપથી પૂલ અને સડક બની રહ્યા છે. જે સંમજૂતીઓ થઈ છે તેનું પાલન બંનેએ કરવાનું છે. કોઈ છેડછાડ થવી ના જોઈએ. બંને બાજુથી એલએસીનું સન્માન થાય તે જરૂરી છે.