વડાપ્રધાન મોદી આવતીકાલે ક્યાં જશે ? શું ભેટ આપશે ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ જાન્યુઆરી એટલે કે આજે જમ્મુ – કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કરવાના છે. મોદીની મુલાકાત માટે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટનલ સોનમર્ગને આખું વર્ષ પર્યટન માટે ખુલ્લું રાખવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટને પ્રાદેશિક વિકાસ અને જોડાણમાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. આ ટનલનું નામ ઝેડ મોડ પરથી પડ્યું છે.
ઝેડ-મોડ ટનલ ગગનગીરથી સોનમર્ગ સુધી ફેલાયેલી છે અને 6.5 કિમી લાંબી છે. જમ્મુ અને કાશ્મીરનું એક સુંદર પર્યટન સ્થળ સોનમર્ગ શિયાળાની ઋતુમાં ભારે હિમવર્ષા માટે પ્રખ્યાત છે. શિયાળામાં અહીંનું તાપમાન -25 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે, જેના કારણે આ વિસ્તાર 4 મહિના સુધી દેશના અન્ય ભાગોથી કપાયેલો રહે છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ ટનલ
હવે આ ટનલ પહેલગામ અને ગુલમર્ગની જેમ સોનમર્ગને આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓ માટે સુલભ બનાવશે. આનાથી લેહ-લદ્દાખમાં રહેતા લોકો અને પ્રવાસીઓ માટે મુસાફરી ખૂબ જ સરળ બનશે. આ બે-લેન ટનલ છે, જેમાં કટોકટીની પરિસ્થિતિઓ માટે એક એસ્કેપ ટનલ પણ બનાવવામાં આવી છે. આ ટનલમાં સીસીટીવી કેમેરા અને વાઇ-ફાઇ કનેક્ટિવિટી જેવી આધુનિક ટેક્નોલોજી પણ ઉપલબ્ધ છે .