ક્યાં મળી બોમ્બ ધડાકાની ધમકી ? વાંચો
દિલ્હી, અમદાવાદ, લખનૌ જેવા શહેરોમાં બોમ્બ ધડાકાની ધમકીઓ મળ્યા બાદ હવે ગુરુવારે બેંગલુરુની ઘણી મોટી અને લક્ઝુરિયસ હોટલોને ઈમેઇલ મારફતે બોમ્બની ધમકી મળી હતી. ફાઈવ સ્ટાર ઓટેરા હોટેલ સહિત કુલ ત્રણ હોટલને બોમ્બ હોવાની ધમકીના ઈમેઈલ મળ્યા હતા.
આ બોમ્બની ધમકી ઈમેઇલ મારફતે આપવામાં આવી હતી હોટલના સ્ટાફે ગુરુવારે સવારે ઈમેઇલ ચેક કર્યો, ત્યારબાદ તેમને આ ધમકીની જાણ થઈ હતી. આ ધમકીથી ડરીને હોટલ પ્રશાસને પોલીસ અને બોમ્બ સ્ક્વોડને જાણ કરી હતી. બોમ્બ સ્કવોડ અને પોલીસ દ્વારા ચકાસણી કરી હતી. જો કે કઈ વાંધાજનક મળ્યું નહતું.
ઘટનાની જાણ થતા પોલીસે તમામ હોટલમાં તપાસ શરૂ કરી હતી. જોકે કલાકોની તપાસ બાદ પોલીસે આ ઇમેઇલને અફવા ગણાવી હતી. પોલીસને હોટલોમાંથી કોઇ વિસ્ફોટક ડિવાઇસ મળ્યા નથી. બાદમાં હોટલના કર્મચારીઓ અને મહેમાનોને રાહત મળી હતી.
છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, જયપુર અને લખનઉ જેવા શહેરોની શાળાઓ અને હોસ્પિટલોને ધમકીભર્યા ઈ-મેઇલ મળી રહ્યા હતા. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ગોવા, નાગપુર અને કોલકાતાના એરપોર્ટની વિવિધ સરકારી ઇમારતોને વિદેશીઓ તરફથી ધમકીભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા.