ક્યાં થયું મતદાન દરમિયાન ફાયરિંગ ?
શુક્રવારે મતદાન દરમિયાન પહેલાથી જ અશાંત ગણાયેલા મણિપુર રાજ્યમાં કેટલાક સ્થળો પર કાર્યકરો વચ્ચે ઝડપની ઘટના બની હતી. અહીંના વિષ્ણુપૂર મતક્ષેત્રમાં એક પોલિંગ બૂથ પર ફાયરિંગની ઘટના બનતા દોડાદોડી થઈ ગઈ હતી અને મતદારોમાં ભય ફેલાઈ ગયો હતો. પોલીસ અને જવાનોએ સમયસર પહોંચી જઈને મામલો થાળે પાડ્યો હતો અને ગોળીબાર કરનારા લોકોની અટકાયત કરી હતી. જો કે કોઈ જાનહાનિ થી નહતી.
એ જ રીતે આ જ સ્થળ પર રોષે ભરાયેલા લોકોએ ઇવીએમ તોડી નાખ્યું હતું પરિણામે મતદાનની કાર્યવાહી થોડાક સમય માટે અટકી ગઈ હતી. ત્યાર બાદ મતદાન આગળ ચાલ્યું હતું.