ક્યાં ઝડપાઇ રૂપિયા 4 કરોડની રોકડ ? વાંચો
કાર્યકરે શું કરી કબૂલાત ?
લોકસભાની ચુંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે સખત ચેકિંગ ચાલુ જ રાખવામાં આવ્યું છે અને આ દરમિયાન ચેન્નાઈના રેલવે સ્ટેશન પરથી ભાજપના એક કાર્યકર સહિત 3 લોકો રૂપિયા 4 કરોડની રોકડ રકમ સાથે પકડાયા હતા. જે 6 જેટલી બેગમાં રાખવામાં આવ્યા હતા.
જપ્ત કરાયેલો આ રકમ આવકવેરા ખાતાને વધુ તપાસ માટે મોકલી દેવાઈ હતી. ફ્લાઇંગ સ્કવોડ દ્વારા રેલવે સ્ટેશન પર ચેકિંગ કરવામાં આવતાં આ રકમ નીકળી પડી હતી. ભાજપના કાર્યકરે અધિકારીઓ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે આ રકમ ભાજપના ઉમેદવાર નૈનાર નાગેનથીરણની સૂચના મુજબ લઈ જવાતી હતી.
ચુંટણી આચારસંહિતા મુજબ પ્રચાર દરમિયાન રૂપિયા 10 લાખ સુધીની રકમ લઈ જવાની છૂટ છે પણ તેનાથી વધુ રકમ જપ્ત કરવામાં આવે છે. આવકવેરા ખાતાએ આ બારામાં તપાસ શરૂ કરી છે અને કયા કામ માટે કોને આ રકમ આપવાની હતી તેની તપાસ ઝડપી બનાવાઇ છે.
તમિલ નાડુમાં 19 મી એપ્રિલે તમામ 39 લોકસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને તે પહેલા 4 કરોડની રકમ ઝડપાઇ છે ત્યારે સંબંધિત ઉમેદવાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે.