બટેટાના ભાવ ક્યાં પહોંચ્યા ? જુઓ
કઠોળ બાદ હવે બટેટાના ભાવ સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. ઘણા રાજ્યોમાં પાક નિષ્ફળ જવાને કારણે ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે ભાવમાં વધારો હજુ પણ ચાલુ રહી શકે છે. અત્યારે તેનો ભાવ કિલોના રૂપિયા 30 થી 40 સુધી ગયા છે. 1 માસમાં 7 ટકાનો વધારો થયો છે.
જથ્થાબંધ ભાવમાં સતત વધારાને કારણે સમસ્યા વધી છે. 1 એપ્રિલથી 23 મે સુધીમાં બટેટાના જથ્થાબંધ ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. ભાવમાં વધારો થવાનું કારણ એ છે કે ઉનાળામાં વપરાશ વધવાની સરખામણીમાં કોલ્ડ સ્ટોરેજમાંથી બટેટા બજારમાં પહોંચી શકતા નથી. વેપારીઓનો અંદાજ છે કે હાલમાં કોઈ પણ પ્રકારની રાહતની અપેક્ષા નથી. કેટલાક વેપારીઓ તો એવું પણ કહી રહ્યા છે કે દિવાળી પહેલા કોઈ પ્રકારની રાહત મળવાની આશા નથી.
નવેમ્બર પહેલા ભાવ નહીં ઘટે
સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરના બટેટા જુલાઈ-ઓગસ્ટ દરમિયાન બજારમાં આવે છે. પરંતુ, આ વખતે જરૂરિયાત પહેલાથી જ ઉભી થઈ હોય તેવું લાગી રહ્યું છે. જો કે નવેમ્બર પહેલા ભાવમાં ઘટાડો થવાની ધારણા નથી.
સરકારી વેબસાઈટ (કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીની વેબસાઈટ) પર જારી કરાયેલા આંકડા અનુસાર, એક વર્ષમાં બટેટાના ભાવમાં 40%નો વધારો થયો છે. હવે બટાટા સરેરાશ 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં કિંમતોમાં 7%નો વધારો થયો છે.
વેપારીઓનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં બટાકાના પાકને નુકસાન થયું છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે. આ વર્ષે બટાકાનું કુલ ઉત્પાદન 59 મિલિયન ટન થવાનો અંદાજ છે. તે જ સમયે, બટાટાનો અગાઉનો અંદાજ 60.14 મિલિયન ટન હતો. તેની અસર સરકારના ફુગાવાના આંકડામાં પણ જોવા મળશે.
