ડુંગળી અને બટેટાના ભાવ ક્યાં પહોંચ્યા ? જુઓ
દેશની જનતા મોંઘવારીનો સામનો કરી રહી છે અને અલગ અલગ જરૂરી ચીજોના ભાવ વધી રહ્યા છે. ચુંટણી પૂરી થઈ છે અને તે સાથે જ ડુંગળી અને બટેટાના ભાવમાં જલદ વધારો થઈ રહ્યાની ફરિયાદો ઉઠી છે. છેલ્લા 14 દિવસમાં જ ડુંગળીનો ભાવ 30 થી 50 ટકા સુધી વધી ગયો છે.
હાલમાં આકરી ગરમીના કારણે પહેલાથી જ શાકભાજીના ભાવ આસમાને છે. આ સાથે જ ડુંગળીની સાથે-સાથે બટાકાના ભાવ પણ વધી રહ્યા છે. દેશના બધા જ રાજ્યોમાં ભાવ વધારો થયો છે. ડુંગળી અને બટેટાના ભાવ વધારાથી સામાન્ય લોકો મુશ્કેલીમાં છે.
સૌથી મોટી માર્કેટમાં ભાવ વધ્યા
દિલ્હીના બજારમાં એક અઠવાડિયાથી જ ડુંગળી 50% મોંઘી થઈ ગઈ છે. ગત રવિવારે એટલે કે, 2 જૂન 2024ના રોજ રિટેલ બજારમાં ડુંગળીની કિંમત 25થી 30 રૂપિયા કિલો હતી. 9 જૂનના રોજ આ જ બજારમાં ડુંગળીની કિંમત 34થી 40 રૂપિયા કિલો થઈ ગઈ. 11 જૂને સારી ડુંગળીની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. એક શાકભાજી વેચનારનું કહેવું છે કે આઝાદપુર માર્કેટમાં જ ડુંગળીની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. રિટેલ માર્કેટમાં તે ઓછામાં ઓછા રૂ. 50 પ્રતિ કિલોના ભાવે તો વેચાશે જ.
બટેટા આકાશમાં ઊડે છે
ડુંગળીની સાથે-સાથે બટાકાના ભાવમાં પણ ઉછાળ આવ્યો છે. હાલમાં ગરમીના કારણે લીલી શાકભાજીની કિંમત આસમાને છે. તેના કારણે ઓછી આવક વાળા લોકો બટાકા પર શિફ્ટ થઈ ગયા છે. ત્યારે હવે બજારમાં સાધારણ બટાકાની કિંમત 35થી 40 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. જો તમે ચિપ્સોના અથવા પહાડી બટાકા ખરીદવા જશો તો તે 45 રૂપિયા કિલો મળશે.
ડુંગળીની કિંમતમાં કેમ થયો ઉછાળો