દેશમાં ઉત્પાદનનું લેવલ ક્યાં પહોંચ્યું ? જુઓ
કેટલું રહ્યું માર્ચ ઉત્પાદન ?
દેશમાં અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને બધા જ ક્ષેત્રોમાં સારો વિકાસ થઈ રહ્યો છે ત્યારે ઉત્પાદનના સેક્ટરમાં પણ ભારતે અન્ય દેશો કરતાં મોટી સફળતા મેળવી છે. માર્ચમાં દેશમાં ઉત્પાદન પીએમઆઈ એટલે કે વૃધ્ધિ 16 વર્ષના ટોચ પર પહોંચી ગઈ છે. માર્ચમાં પીએમઆઈ 59.1 ના લેવલ પર રહ્યું હતું.
એચ્એસબીસીનાં અર્થશાસ્ત્રીએ એમ કહ્યું છે કે ભારતનું માર્ચ ઉત્પાદન 2008 બાદ સૌથી ઊંચા લેવલ પર રહ્યું છે અને તે બીજા દેશો કરતાં ઘણું સારું પ્રદર્શન છે અને આગળના સમયમાં ભારત હજુ પણ અન્ય દેશોને પાછળ રાખશે.
ખાનગી સર્વેમાં જણાવ્યા મુજબ દેશમાં ઉત્પાદન અને ઓર્ડર 2020 બાદ સૌથી હાઇ લેવલ પર રહ્યા હતા. એટલા માટે જ 2024 ના માર્ચમાં ઉત્પાદન ક્ષેત્રમાં મોટી વૃધ્ધિ થઈ હતી. અહેવાલમાં એમ જણાવાયું છે કે 16 વર્ષના ટોચ પર ઉત્પાદન રહ્યું છે તેના ઘણા કારણો છે.
નિષ્ણાતોએ એમ કહ્યું છે કે દેશની નાની મોટી તમામ કંપનીઓએ મજબૂત પ્રોડક્શન અને નવા ઓર્ડરના જવાબમાં નિયુક્તિઓ વધારી દીધી હતી. ફરબરૂઆરીમાં પીએમઆઈ 56.9 થી વધીને માર્ચમાં 16 વર્ષની ટોચે એટલે કે 59.1 ઉપર પહોંચી ગયું હતું.
આંકડા પરથી એવી હકીકત પણ બહાર આવી છે કે માર્ચમાં કંપનીઓએ સ્ટોક વધારવા પર ફોકસ કર્યું હતું. એમને સેલમાં સુધારો થવાની આશા હતી. આગામી સમયમાં હજુ પણ ઉત્પાદનના ક્ષેત્રમાં વધારો થવાની આશા છે.