વગર ડ્રાઇવરે માલગાડી જમ્મુથી ક્યાં પહોંચી ગઈ..જુઓ
અંતે પાટા પર લાકડાના અવરોધો મૂકી ગાડીને રોકાઈ
જમ્મુ કાશ્મીરના કઠુવા રેલ્વે સ્ટેશનથી એક માલગાડી ડ્રાઇવર વગર જ ફૂલ સ્પીડમાં દોડવા લાગતા ભારે હડકંપ મચી ગયો હતો. અનેક સ્ટેશનો પર એ ગાડીને રોકવાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ અંતે 78 કિલોમીટર દૂર હોશિયારપુરના ઊંચી બસ્સી સ્ટેશને રેલ્વે ટ્રેક ઉપર લાકડાના અવરોધો ( સ્ટોપર ) મૂકી ગાડીને રોકવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કઠુવા રેલવે સ્ટેશનને ડ્રાઇવર માલગાડીનું એન્જિન ચાલુ કર્યા બાદ હેન્ડ બ્રેક લગાવ્યા વગર જ નીચે ઉતરી ગયો હતો. દરમિયાન પઠાણકોટ તરફના ઢાળ વાળા ટ્રેક ઉપર આ ગાડી દોડવા લાગી હતી. બનાવની જાણ થતા કઠુવા સ્ટેશનથી થોડે દૂર જ ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નહોતી. દરમિયાન અને ધીમે ધીમે માલગાડીએ 80 કી.મી. ની ગતિ પકડી લેતા રેલવે તંત્ર ઘાંઘુ બની ગયું હતું. એ દરમિયાન આઠ રેલવે સ્ટેશન પાસે ગાડીને અટકાવવાના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા.
સદભાગ્યે એ દરમિયાન ગાડીની સ્પીડ ઘટવા લાગી હતી અને અંતે બસ્સી રેલવે સ્ટેશન નજીક લગાવવામાં આવેલા લાકડાના અવરોધો ને કારણે ગાડી રોકાઈ જતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.