સીબીઆઈએ ક્યાં દરોડા પાડયા ? જુઓ
શું મળ્યું દરોડાઓમાં ?
સંદેશખાલી કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. સીબીઆઈએ એવા દિવસે દરોડા પાડ્યા હતા જ્યારે પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા રાજ્યોમાં લોકસભા ચૂંટણી-2024ના બીજા તબક્કાનું મતદાન હતું. .
ઘણા શંકાસ્પદ આરોપીઓ સીબીઆઈના રડાર પર છે. સાથે જ વિદેશમાંથી ઝડપાયેલા હથિયારોની દાણચોરીની પણ આશંકા છે. આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. હથિયારોની રિકવરી સાથે રોકડ પણ જપ્ત કરી હતી.
તપાસ એજન્સીની ટીમે ઘણા ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા છે. સીબીઆઈએ આ મામલામાં ત્રણ એફઆઈઆર કરી છે. સંદેશખાલી કેસમાં અનેક ધરપકડો થઈ ચૂકી છે.
પશ્ચિમ બંગાળની સંદેશખાલી સતત સમાચારોમાં રહે છે. ઉત્તર 24 પરગણાના સંદેશખાલી બ્લોકમાં હંગામો ચાલુ રહ્યો હતો અને મહિલાઓ સતત વિરોધ કર્યો હતો. સંદેશખાલીની ઘટનાને લઈને ભાજપ મમતા સરકાર પર પ્રહારો કરી રહી છે. સંદેશખાલીની ઘટનાને લઈને હોબાળો એટલો વધી ગયો છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી જ નહીં પરંતુ તેની ભલામણ પણ કરવામાં આવી રહી છે.