બેંગલોર ધડાકા આતંકીઓ ક્યાં રોકાયા હતા ? જુઓ
શું કહ્યું એનઆઈએના અધિકારીઓએ ?
બેંગલોરના કેફે બ્લાસ્ટ અંગે એનઆઈએ દ્વારા શુક્રવારે બંગાળમાંથી 2 આતંકીની ધરપકડ કરાઇ હતી. બંને આતંકીને કોર્ટે 3 દિવસની રિમાન્ડ પર સોંપી દીધા હતા. પૂછપરછ બાદ શનિવારે ફરી બંનેને કોર્ટમાં રજૂ કરાયા હતા અને આતંકીઓને 10 દિવસની કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
દરમિયાનમાં તપાસમાં એવું બહાર આવ્યું છે કે બંને આતંકીઓ 28 માર્ચ સુધી કોલકત્તામાં રોકાયા હતા અને ત્યાં એમણે 4 હોટેલો બદલી હતી. હાલમાં બંને આરોપીઓને બેંગલોર લાવવામાં આવ્યા છે અને એમની પાસેથી વિગતો કઢાવવામાં આવી રહી છે.
અધિકારીઓએ મીડિયાને એવી માહિતી આપી હતી કે આતંકીઓ ચેન્નાઈમાં પણ રોકાયા હતા. હવે એનઆઈએ ધડાકા સાથે વિદેશી લિન્ક છે કે કેમ તેની તપાસ કરી રહી છે અને આતંકીઓની સતત પૂછતાછ થઈ રહી છે. સાંજ સુધીમાં અથવા ત્યારબાદ કોઈ નવા ધડાકા થઈ શકે છે તેમ માનવામાં આવે છે.
આ બંને આતંકીઓ દેશથી બહાર ભગવા માંગતા હતા તેવું પણ બહાર આવ્યું છે અને તેઓ ક્યાં જવાના હતા અને કોને મળવાના હતા તે બારામાં પૂછતાછ થઈ રહી છે. હજુ વધુ કેટલાક લોકો પકડાઈ શકે છે.