બેંગલુરુમાં ઇડીએ ક્યાં પાડયા દરોડા ? કોનું છે કનેક્શન ? જુઓ
ઇડીએ અમેરિકાના ભારે વિવાદાસ્પદ બનેલા અરબપતિ જ્યોર્જ સોરોસ સમર્થિત સંગઠન ઓપન સાસાઇટી ફાઉન્ડેશન અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે મંગળવારે કાર્યવાહી કરી હતી. ઈડીએ બેંગલુરૂમાં આમ અનેક ઠેકાણાઓ પર દરોડા પાડતા ભારે સનસનાટી મચી ગઈ હતી. આ દરોડા ફેમા કાયદાના ઉલ્લંઘનના આરોપમાં પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ફેમા કાયદાના ઉલ્લંઘનના આરોપમાં ઈડીએ ઓએસએફ અને અમુક અન્ય આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઓએસએફ અમેરિકાના બિઝનેસમેન જ્યોર્જ સોરોસ દ્વારા સમર્થિત સંગઠન છે. આરોપ છે કે, ઓએસએફએ અનેક સંગઠનોને ફંડિગ કર્યું છે અને આ ફંડિંગના ઉપયોગમાં ફેમા કાયદાના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સોરોસના મુદ્દે પહેલા સસદમાં પણ ભારે ધમાલ બોલી હતી.
હંગરી મૂળના અમેરિકન જ્યોર્જ સોરોસ અને તેમના સંગઠન ઓએસએફ પર ભારતના હિત વિરૂદ્ધ કામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અદાણી-હિંડનબર્ગ મામલે પણ જ્યોર્જ સોરોસની ભૂમિકાને લઈને ગંભીર સવાલ ઊભા થયા હતા. જ્યોર્જ સોરોસે વર્ષ 1999માં ઓએસએફની શરૂઆત કરી હતી.
સત્તાધારી પક્ષના લોકોએ આરોપ લગાવ્યો છે કે, જ્યોર્જ સોરોસના સહયોગથી કોંગ્રેસ પાર્ટી અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યોર્જ સોરોસ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંથી એક છે અને 7.2 અરબ ડોલર એટલે 61 હજાર કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.