વિદેશમાં ક્યાં ક્યાં થયા ભૂકંપ ? જુઓ
પાપુઆ ન્યૂ ગીની ઉપરાંત ભારતના બે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી હતી. પાપુઆ ન્યૂ ગિનીના ઉત્તરી કિનારે 6.5ની તીવ્રતાના જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પેસિફિક ટાપુના વેવાક શહેરથી થોડે દૂર દરિયાકિનારે લગભગ 20 કિલોમીટર દૂર અનુભવાયો હતો.
આ સિવાય પાકિસ્તાન અને ચીન પણ જોરદાર ભૂકંપથી હડકંપ મચી ગયો હતો. ચીનના જિજાંગમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો બીજી તરફ પાકિસ્તાનમાં લોકોએ 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. હાલમાં હજુ સુધી આ ત્રણ દેશોમાંથી કોઈ જાનહાનિના સમાચાર નથી.
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.