એલોન મસ્કની ટેસ્લા કાર ભારતમાં ક્યારથી મળતી થઈ જશે ? ફક્ત આટલા રૂપિયામાં વેંચાણની થશે શરૂઆત
ભારત અને અમેરિકા પારસ્પરિક વેપારમાં આગળ વધી રહ્યા છે અને તેના ભાગરૂપે ટેસ્લાની પહેલી ઇલેક્ટ્રિક કાર એપ્રિલમાં ભારતમાં આવી શકે છે . અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એલોન મસ્ક વચ્ચેની મુલાકાતની અસર ચાલુ વર્ષે જ જોવા મળશે તેમ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે .
અત્યાર સુધી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ટેસ્લાની કાર ભારતમાં કરોડો રૂપિયામાં લોન્ચ થશે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેસ્લાની આ કાર ભારતમાં માત્ર 21 લાખ રૂપિયામાં પ્રવેશવા જઈ રહી છે. આખરે, મસ્કનું ભારતમાં પ્રવેશવાનું લાંબા સમયથી ચાલતું સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે.

ટેસ્લાએ ભારત માટે નોકરીની ખાલી જગ્યાઓ પણ બહાર પાડી છે. જેમાં ભારતીયો ૧૩ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આમાં, કંપનીએ બેક-એન્ડ અને ફ્રન્ટમાં કામ કરતી પોસ્ટ્સનો સમાવેશ કર્યો છે. મુંબઈ અને દિલ્હીમાં નોકરીની ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.
મહિન્દ્રા, ટાટા અને હ્યુન્ડાઇ સાથે સ્પર્ધા
ટેસ્લા મહિન્દ્રા, ટાટા અને હ્યુન્ડાઇ સાથે સ્પર્ધા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ત્રણેય ઇલેક્ટ્રિક કાર ભારતમાં 25 લાખ રૂપિયાથી ઓછી કિંમતે ખરીદી શકાય છે. હવે ઇલેક્ટ્રિક વાહન બજારમાં એક અલગ પ્રકારની સુનામી જોવા મળી શકે છે. ઇલેક્ટ્રિક વાહન સ્પર્ધામાં સખત સ્પર્ધા થશે.
ટ્રમ્પ કહે છે, ભારતમાં મસ્ક ધંધો કરે તે અનુચિત લાગે છે !
જો કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે તો એક મુલાકાતમાં એમ કહી દીધું હતું કે આ રીતે મસ્ક ભારતમાં ધંધો કરે અને કારની ફેક્ટરી કે શો રૂમ ખોલે તે મને અનુચિત લાગે છે. અમેરિકી ટીવી પ્રેઝન્ટર સીન હેનીટી સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ બાબતે ખુલ્લી રીતે નારાજી દર્શાવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત આપણી પાસેથી સૌથી વધુ ટેરિફ વસૂલે છે . વિશ્વના લગભગ બધા જ દેશો આપણો ફાયદો ઉઠાવી જાય છે .