દેશમાં દૂધની શું સ્થિતિ રહેશે ? જુઓ
કોણે કરી ચિંતાજનક આગાહી ?
દેશભરમાં સામાન્ય રીતે ગરમીની સિઝનમાં દૂધની અછત સર્જાઇ જાય છે પણ આવખતે ગરમી વધુ પડવાની આગાહી થઈ છે અને તેને પગલે દેશના અનેક ભાગોમાં પાણીની તંગીની ફરિયાદો પણ ઉઠી રહી છે ત્યારે આ વખતે ગરમીમાં દૂધની અછત ઊભી થઈ શકે છે તેવી શક્યતા દર્શાવાઈ છે. જો કે તેના અનેક કારણો દર્શાવાયા છે.
આ રીતે દૂધના ભાવમાં પણ વધારો થઈ શકે છે. નિષ્ણાતોએ એમ કહ્યું છે કે ભયાનક લૂ ફૂંકાવાની આગાહી થઈ છે ત્યારે જળાશયો અત્યારથી જ સુકાઈ રહ્યા છે જેને પગલે વધુ તકલીફ થઈ શકે છે અને તેના કારણે જાનવરો માટે ઘાસ ચારાની તંગી પણ સર્જાઇ શકે છે. પાણીની અછતને પગલે ચારો ઓછો આવશે તો દૂધની ઘટ રહેવાનો ખતરો છે.
આવી સ્થિતિમાં દૂધના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે અને તેને પગલે દૂધના ભાવ વધી શકે છે. છેલ્લા અહેવાલો મુજબ 4 થી એપ્રિલના આંકડા મુજબ દેશના 150 મોટા જળાશયોમાં પાણીનું સ્તર 35 ટકા જ રહી ગયું છે. જે એક વર્ષ પહેલાની તુલનામાં 17 ટકા ઓછું છે.
નિષ્ણાતો એમ માને છે કે અત્યારે આ આંકડા ચિંતાજનક તસવીર રજૂ કરે છે. આગળ ગરમી વધશે ત્યારે આ તસવીર વધુ ભયાનક બની શકે છે. ટૂક સમયમાં જ દૂધના ભાવમાં વધારો થવાનો ખતરો પણ છે. ગરમીનું પ્રમાણ વધશે અને આગળના સમયમાં દેશમાં દૂધને લઈને ભારે તંગી ઊભી થઈ શકે છે.