ખેડૂત આંદોલનથી શું નુકસાન થશે ? જુઓ
પોતાની માંગને લઈને આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે રવિવારે બેઠક થઈ હતી અને તેમાં કેટલાક મુદ્દાઓ પર સહમતી બની હતી અને બે દિવસ માટે દીલ્હી કૂચ મુલતવી રખાઇ છે ત્યારે એક નવો અહેવાલ ચિંતાજનક આવ્યો હતો. જે મુજબ રાજ્યોને આંદોલનથી અબજો રૂપિયાની ખોટ થઈ શકે છે.
ઉધ્યોગ મંડળ દ્વારા એક સર્વે રિપોર્ટ જારી કરાઇ હતી અને તેમાં આંકડા આપવામાં આવ્યા હતા. અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે આંદોલનથી ઉત્તરી રાજ્યોને રોજ રૂપિયા 500 કરોડની ખોટ થઈ શકે છે અને આર્થિક મુશ્કેલી ઊભી થઈ શકે છે. રોજગાર પર પણ ભારે નેગેટિવ અસર પડી શકે એમ છે.
ખાસ કરીને પંજાબ, હરિયાણા,દીલ્હી,ઊતરપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોને ભારે મોટી ખોટ થઈ શકે છે અને એમના આર્થિક હિસાબો બગડી શકે છે. આ બધા જ રાજ્યોમાં રોજગાર પણ મોટા પાયે છીનવાઇ શકે છે. રોજ રૂપિયા 500 કરોડથી વધુ નુકસાની રાજ્યોને ભારે મોટી ચિંતામાં નાખી શકે છે અને તેની બીજી આડઅસરો પણ થઈ શકે છે.
એ જ રીતે કાચા માલની સપ્લાઈ પણ ખોરવાઇ શકે છે અને તેને લીધે ઉત્પાદનની પ્રક્રિયા ધીમી પડી શકે છે. પ્રવાસન,કોટન ટેક્સટાઇલ,ટ્રાન્સપોર્ટ,ટ્રેડિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં ભારે તકલીફો ઊભી થઈ શકે છે અને બેરોજગારી વધવાનો ખતરો પણ રહેલો છે.