ઈરાન, ઇઝરાયલની લડાઈથી શું મોંઘુ થશે ? કેવી થશે અસર ?
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવની હવે સમગ્ર વિશ્વ પર અસર થવાની ધારણા છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના તાજેતરના હુમલા બાદ કાચા તેલની કિંમત સતત બીજા દિવસે વધી હતી. બુધવારે ક્રૂડમાં 5 તકાનોમ વધારો થયો હતો. આ હુમલા બાદ મધ્ય પૂર્વથી કાચા તેલના સપ્લાયને લઈને સંકટ વધવાની આશંકા છે. ક્રૂડ 28 ડોલર મોંઘું થવાનો ભય છે અને ભારત સહિત અનેક દેશો પર વિપરીત અસર પડી શકે છે.
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવાની જાહેરાત કરીને હતી. . આવી સ્થિતિમાં હાલમાં આ તણાવ પર કાબૂ મેળવવાના કોઈ સંકેત દેખાતા નથી. મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં 5%નો વધારો જોવા મળ્યો હતો.
બુધવારે બ્રેન્ટ પ્રતિ બેરલ $74ની આસપાસ કામ કરી રહ્યું હતું. જોકે, બજારને હજુ એ વાત પચાવી નથી કે ઈઝરાયેલ ઈરાનની ઓઈલ ફેસિલિટીને પણ નિશાન બનાવી શકે છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને અવરોધે તેવી શક્યતા છે. હોર્મુઝની સ્ટ્રેટ પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડે છે. વિશ્વના 30% ક્રૂડ ઓઇલનો વેપાર હોર્મુઝની સ્ટ્રેટ દ્વારા થાય છે.
ભારતમાં પણ હાલમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારે જ છે અને જો લડાઈ લંબાશે તો આ બંને ઈંધણ વધુ મોંઘા થશે અને તેને પગલે મોંઘવારી વધુ ભડકી પણ શકે છે.