સંદેશખલી કેસમાં શું આવ્યો વળાંક ? જુઓ
હાઇકોર્ટે શું કર્યો આદેશ ?
બંગાળના સંદેશખલી મહિલા અત્યાચાર કેસમાં કોઈ એક્શન નહીં લેવા બદલ કોલકત્તા હાઇકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે એવો આદેશ કર્યો હતો કે મુખ્ય આરોપી શાહજહાં શેખને તરત જ ગિરફતાર કરવામાં આવે. હાઇકોર્ટે સખત વલણ લેતાં હવે મમતા સરકારે કામ કરવું પડશે. હાઇ કોર્ટે શેખની ધરપકડ પર રોક લગાવવાની માંગ કરતી અરજી રદ કરી હતી.
હાઈકોર્ટના આદેશ બાદ સોમવારે શેખ સામે એફઆઇઆર દાખલ કરાઇ હતી. કોર્ટના આદેશ બાદ ટીએમ સી એ ભારે વિચિત્ર નિવેદન આપીને એમ કહ્યું હતું કે શાહજહાં શેખને 7 દિવસમાં પકડી લેવામાં આવશે. ભારે ઉહાપોહ થયા બાદ મહિલા અત્યાચારના મુદ્દે બંગાળથી દીલ્હી સુધી દેકારો મચી ગયો હતો.
સંદેશખલી વિસ્તારમાં મહિલાઓનો એવો આરોપ છે કે શેખ અને તેના માણસોએ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું અને જમીનો પડાવી લીધી હતી. તિ એમ સીના કાર્યાલય પર લઈ જઈને મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટના બહાર આવ્યા બાદ મહિલા પંચ પણ મેદાનમાં આવ્યું હતું.
શેખને પકડવા ગયેલી ઇડીની ટીમ પર હુમલો થયો હતો અને ત્યારબાદથી જ તે ફરાર છે. હવે હાઇકોર્ટે તેને જલ્દી પકડી લેવાની મમતા સરકારને સૂચના આપી હતી અને તેની સામે એફઆઇઆર દાખલ કરાઇ હતી. મમતાની પાર્ટીએ એવું નિવેદન કર્યું હતું કે 7 દિવસમાં તેને પકડી લેવાશે. હાઇકોર્ટે ધરપકડ પર રોક લગાવવાની માંગ કરતી અરજી રદ કરી હતી.