સંદેશખલીનો આરોપી શેખ શું કરતો હતો ? વાંચો
બંગાળના સંદેશખલીમાં અનેક પ્રકારના અપરાધોમાં સંડોવાયેલો મુખ્ય આરોપી શાહજહાં શેખ હવે બધી અક્કડ ભૂલી ગયો છે અને તે ચોધાર આંસુથી રડવા લાગ્યો હતો તેવો વિડીયો વાયરલ થયો હતો. શેખને રાજનેતાઓનો ટેકો રહ્યો છે માટે તેણે અહંકાર બતાવ્યો હતો.
ભાજપ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો જેમાં શેખ રડતો દેખાય છે. ઇડીના અધિકારીઓ પર હુમલો કરવાના મામલામાં તે લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ પકડાયો હતો. અત્યારે શેખ જેલમાં છે. ભાજપના નેતા અમિત માલવિય દ્વારા આ પ્રકારનો વિડીયો શેર કરાયો હતો અને એમણે લખ્યું હતું કે શેખની બધી અક્કડ ચાલી ગઈ છે. તે બાળકોની જેમ રડી રહ્યો છે.
એમણે લખ્યું છે કે મમતા બેનરજીનો પોસ્ટર બોય હવે અહંકાર કરતો નથી પણ રડે છે. જ્યારે કાયદો પકડે છે ત્યારે કોઈ બચાવી શકતું નથી. મમતા પણ હવે તેને બચાવી શકે એમ નથી.
