દુનિયાની ઈકોનોમી અંગે શું આગાહી થઈ ? જુઓ
કોણે કરી આગાહી ?
વૈશ્વિક અર્થતંત્રમાં ભારે દબાણ છે પણ આઈએમએફ દ્વારા ખૂબ આશા સાથે એવી આગાહી કરવામાં આવી છે કે ચાલુ વર્ષે દુનિયાની ઈકોનોમી મંદીના ભરડામાંથી બહાર આવી શકે છે અને દુનિયાના અનેક દેશોની ગાડી પાટા પર પાછી ફરી શકે છે. જો કે ઝડપી નહીં મામૂલી મજબૂતી થશે.
અહેવાલમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વૈશ્વિક ઈકોનોમી વધશે પણ સાથે ચેતવણી પણ અપાઈ છે કે જો મોંઘવારી અને કરજની સમસ્યાનું સમાધાન નહીં શોધાય તો ઈકોનોમી ધીમી રફ્તારથી આગળ વધશે. બધા જ દેશોએ આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.
આઈએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસટલીનાએ એમ કહ્યું છે કે 16 એપ્રિલના રોજ નાણાકીય એજન્સીનો અહેવાલ બહાર પાડવાનો છે અને તેમાં વૈશ્વિક વિકાસ મામૂલી રૂપથી મજબૂત થશે તેવો ઉલ્લેખ હશે. સાથોસાથ ચાલુ વર્ષ માટે જાન્યુઆરીથી અત્યાર સુધી 3.1 ટકા વિકાસ અને 2025 માટે 3.2 ટકા વિકાસ વધવાનું અનુમાન પણ કરાયું છે.
એમણે એમ પણ કહ્યું હતું કે સપ્લાઈ ચેઇનની સમસ્યામાં ઘટાડો થયો છે અને રોકાણ અંગેની મુશ્કેલી પણ થોડી હળવી થઈ છે ત્યારે અમેરિકા સહિતના દેશોમાં વિકાસ મામૂલી રીતે મજબૂત થઈ શકે છે. બેન્કોને પણ એમણે સૂચન કર્યું છે કે વધુ પડતી ઢીલ દેવાથી દૂર જ રહેવા જેવુ છે.