દેશના અર્થતંત્ર વિષે શું થઈ આગાહી ? વાંચો
વિદેશી એકમોએ શું કહ્યું ?
ભારતનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવે વિદેશી એકમો પણ આશા દર્શાવી રહ્યા છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રમુખ બોરજ બ્રેનડે એમ કહ્યું છે કે આગામી વર્ષોમાં ભારત ઝડપથી આગળ વધશે અને 10 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનશે. એમણે એમ પણ કહ્યું હતું કે ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે તેમાં કોઈ શંકા નથી.
બીજી બાજુ વિદેશી બ્રોકરેજ જેફરીઝે પોતાના અહેવાલમાં એવી આગાહી કરી હતી કે ભારત 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે. આ બંને વિદેશી અહેવાલો ભારત માટે જુસ્સો વધારનારા બની રહ્યા છે. એમણે ભારતની અત્યારની વિકાસની ગતિને પણ વખાણી હતી.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રમુખએ એમ કહ્યું છે કે અત્યારના વિશ્વના પડકારજનક સમયમાં ભારત જ એક માત્ર આશાનું કિરણ છે. આવી તક બીજા કોઈ દેશમાં દેખાતી નથી. એમણે ભારતમાં ડબલ્યુઇ એફ ઈન્ડિયા સમીટ યોજવાની વાત પણ કરી હતી. ભારત સાથે સહકાર સાધીને આ ઇવેંટ કરવામાં આવશે.
એમણે ત્યાં સુધી કહ્યું હતું કે અત્યારે વિશ્વમાં જેટલા મોટા અર્થતંત્રો છે તેમાં સૌથી ઝડપથી વિક્સતો કોઈ દેશ હોય તો તે ભારત છે. ભારત ઝડપથિમ વૃધ્ધિ કરી રહ્યો છે અને આગામી સમયમાં આ રફતાર ચાલુ જ રહેશે. અમે ડવોસમાં પણ એમ કહ્યું હતું કે અત્યારે ભારતમાં જ બધાને રસ છે અને તેની પ્રગતિ ખૂબ સારી રહી છે.
