મધ્યપ્રદેશના સીએમ તરીકે મોહન યાદવે શું પ્રથમ આદેશ કર્યો ? વાંચો
- લાઉડસ્પીકર બારામાં શું કહ્યું ?
- કેવી રીતે વગાડી શકાશે ?
મધ્યપ્રદેશના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લઈને સત્તાની કમાન સંભાળી લીધી હતી અને આ સાથે જ તેમણે સીએમ તરીકે તેમનો પ્રથમ નિર્ણય જાહેર કર્યો હતો એમણે મોટા અવાજે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સંબંધિત આદેશો જારી કર્યા હતા.
સીએમનો પહેલો આદેશ મળ્યા બાદ ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ અનિયમિત અથવા અનિયંત્રિત લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી મોહન યાદવનો પહેલો આદેશ એ હતો કે ધાર્મિક સ્થળો પર મોટા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવામાં આવે. આદેશ અનુસાર અનિયમિત અને અનિયંત્રિત લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવાઈ છે. જ્યારે નિયમિત અને નિયંત્રિત (પરવાનગીપાત્ર ડેસિબલ) ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી.