ભાજપની ચુંટણી તૈયારીની બેઠકમાં શું નક્કી થયું ? જુઓ
લોકસભાની ચુંટણીની તૈયારીને લઈને ભાજપની દીલ્હી ખાતે મોટી બેઠક થઈ હતી. જેમાં અસંતુષ્ટ નેતાઓને લઈને ચર્ચા થઈ હતી. લોકસભા ચુંટણી માટે એક કમિટીની રચના પણ થઈ હતી. આ કમિટી નારાજ નેતાઓનો સંપર્ક કરશે અને મનાવવાનો પ્રયાસ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અલગ અલગ રાજકીય પક્ષોના નારાજ નેતાઓનો સંપર્ક કરવામાં આવશે અને તેમને પાર્ટીમાં લાવવાનો પ્રયાસ થશે. 22 જાન્યુઆરી બાદ વડાપ્રધાનનો દેશભરમાં તોફાની પ્રવાસ થવાનો છે અને તેના માટે કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે.
આ ઉપરાંત અયોધ્યાના કાર્યક્રમ માટે પણ રણનીતિ બનશે. પાર્ટીની બીજી બેઠકમાં આ મુંડા પર ચર્ચા થશે. બધા નેતાઓ ભેગા મળીને કાર્યક્રમની રણનીતિ ફાઇનલ કરશે તેવો નિર્ણય લેવાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે દેશભરના લોકો સુધી કેવી રીતે પહોંચવામાં આવે તે અંગે નિર્ણય હવે પછીની બેઠકમાં લેવાશે.
આ સાથે જ રામ મંદિર આંદોલન અને નિર્માણને લઈને એક પુસ્તિકા તૈયાર કરવામાં આવશે. એ જ રીતે ચુંટણી પહેલા નવા મતદારો સાથે જોડાઈ જવા અંગે બૂથ સ્તર પર કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. પ્રચાર દરમિયાન લોકોને એ વાત પણ કહેવામાં આવશે કે કેવી રીતે વિપક્ષ દ્વારા મંદીર નિર્માણના કામમાં અવરોધો ઊભા કરાયા હતા.