નૈનિતાલમાં શું બની કરુણ ઘટના ? વાંચો
કેટલા લોકોના મોત થયા ?
ઉત્તરાખંડના નૈનિતાલ નજીક બેતાલઘાટ વિસ્તારના મલ્લા ગામમાં એક પિક અપ વાહન 200 મીટર ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 8 લોકોના મોત થયા હતા. વાહનમાં મુસાફરી કરી રહેલા બે નેપાળી મજૂરો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા, જેમને હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. મરનાર બધા કમનસીબ નેપાળી મજૂર હતા.
આ બારામાં પોલીસે એવી માહિતી આપી હતી કે પીકઅપ વાહન ખાઈમાં પડી જવાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ અકસ્માતમાં ડ્રાઇવર સિવાય વાહનમાં નવ નેપાળી મજૂરો હતા.’
તમામ મજૂરો આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન નાંખવાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા દુર્ઘટના બની હતી.