રાજસ્થાનમાં શું બની કરૂણ દુર્ઘટના ? કોના મોત થયા ? જુઓ
રાજસ્થાનના ફલોદી જિલ્લામાંથી એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી મળી રહી છે. સોમવારે વહેલી સવારે અહીં એક સ્કૂલ વાહન પલટી ખાઈ જવાનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બે બાળકો મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું હતું. જોકે અન્ય 9 બાળકો ઘવાયા હતા.
ઈજાગ્રસ્ત બાળકોને રાજ્યની જિલ્લા હોસ્પિટલ ફલોદીમાં દાખલ કરાયા હતા. માહિતી મુજબ તમામ બાળકો સ્કૂલ વાનમાં સવાર થઇને મરુસ્થળ પબ્લિક સ્કૂલમાં ભણવા જઇ રહ્યા હતા અને આ દરમિયાન જ વાહન પલટી ખાઈ ગયું હતું.
ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બેની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે જેમને જોધપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. લોકમુખે એવી ચર્ચા છે કે રોડ પર કૂતરું આવી જવાને કારણે ડ્રાઈવરે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી
