ચેન્નાઈની મસ્જિદ માટે સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ ? વાંચો
શું કહ્યું જગ્યા વિષે ?
હવે ચેન્નાઈમાં કોયમબેડુ વિસ્તારમાં આવેલી એક ફેમસ મસ્જિદ અને તેની સાથે જોડાયેલા મદ્રેસાને તોડી પાડવામાં આવશે. આ બારામાં સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશમાં દખલગીરી કરવાનો ઇનકાર કરી દીધો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મસ્જિદ બાંધવામાં આવી હતી તેવો આરોપ મુકાયો છે. હવે આ બારામાં કાર્યવાહી થવાની છે. ચેન્નાઈના આ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
સુપ્રીમ કોર્ટે પણ એ હકીકતનો સ્વીકાર કર્યો હતો કે મસ્જિદ એક ગેરકાયદેસરની જગ્યા પર છે. મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે પણ મંજૂરીની મોહર લગાવી દીધી હતી. હાઇકોર્ટે મસ્જિદ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. તેની સામે સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો ત્યારે સુપ્રીમ કોર્ટે દખલગીરી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે 31 મે સુધીમાં ગેરકાયદે મસ્જિદ અને મદ્રેસાને હટાવવા માટેની ડેડલાઇન આપી હતી. હાઇકોર્ટમાં પણ એવી દલીલ કરવામાં આવી હતી કે મસ્જિદનું નિર્માણ કોઈ પણ જાતની મંજૂરી વિના કરી દેવાયું હતું. સુપ્રીમ કોર્ટે પણ એમ ઠરાવ્યું હતું કે ગેરકાયદેસર બનાવાયેલી ઇમારત ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર બની શકે નહીં.