કર્ણાટકના સેક્સ કાંડ વિશે રાષ્ટ્રીય મહિલા આયોગે શું આક્ષેપ કર્યો..વાંચો
કર્ણાટકના સેક્સ કાંડમાં ખોટી ફરિયાદો કરવા ધમકી અપાય છે
કર્ણાટકમાં પ્રજ્જવલ રેવાના સેક્સ કાંડમાં પોલીસ ધાકધમકી આપીને ફરિયાદો કરાવતી હોવાનો કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગે આક્ષેપ કર્યો છે. આયોગના જણાવ્યા અનુસાર એક મહિલાએ સાદા ડ્રેસમાં આવેલા ત્રણ કથિત પોલીસ કર્મચારીઓએ ખોટી ફરિયાદ કરવા માટે હેરાન કરી અને ધાકધમકી આપ્યાની ફરિયાદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મહિલા આયોગ કેન્દ્ર સરકારની સંસ્થા છે અને તેની તટસ્થતા સામે સદા સવાલો ઉઠતાં રહ્યા છે. કર્ણાટકના આ અત્યંત ઘૃણાસ્પદ સેક્સ કાંડ અંગે આયોગે મૌન સેવી લીધું હોવાની ટીકા થઈ હતી. હવે આ આયોગ દ્વારા થયેલા આ આક્ષેપ પાછળ સેક્સ કાંડ સંદર્ભે કર્ણાટકની કોંગ્રેસ સરકારની ભૂમિકા અંગે શંકા કુશંકા ઊભી કરવાનો ઇરાદો હોવાનું માનવામાં આવે છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે આક્ષેપ કર્યા બાદ જેડીએસના પ્રમુખ એચડી કુમારસ્વામીએ પણ એસઆઇટી દ્વારા પીડીતાઓને ખોટા નિવેદનો કરવા માટે ધાકધમકી અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે કર્ણાટકના ગૃહ મંત્રી જી. પરમેશ્વરમે આ અક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે સેક્સ કાંડની વિડિયો હજારો લોકોએ નિહાળી છે. એસઆઈટી ની તપાસ સામે કોઈને ફરિયાદ હોય તો કાનૂની માર્ગ અપનાવો જોઈએ તેવી તેમણે સલાહ આપી હતી.