ચાલુ વિમાને હસ્ત મૈથુન કરવાના કેસમાં ભારતીય તબીબને અદાલતે શું કહ્યું… જુઓ
ગત વર્ષે હોનોલૂલુ થી બોસ્ટન જતી ફ્લાઈટમાં ચાલુ વિમાનને હસ્તમૈથુન કરવાના આરોપમાંથી ભારતીય મૂળના ડોક્ટર સુદીપ્ત મોહંતીનો નિર્દોષ છુટકારો થયો હતો. એ ફ્લાઈટમાં તેમની બાજુમાં બેઠેલી 14 વર્ષની એક બાળાએ કરેલી ફરિયાદના આધારે 11 ઓગસ્ટ 2023 ના રોજ એફબીઆઈ એ તેમની ધરપકડ કરી હતી. બાદમાં તેમનો જામીન ઉપર છુટકારો થયો હતો. એ અંગેનો કેસ ચાલી જતા અદાલતે આરોપ જુઠા હોવાનું જણાવી ડોક્ટર મોહંતીને બાઈજ્જત નિર્દોષ જાહેર કર્યા હતા. આ કથિત ઘટના બની ત્યારે ડોક્ટર મોહંતીની વાગદત્તા પણ તેમની સાથે હતી. આવા આરોપસર ધરપકડ થતાં ડોક્ટર મોહંતી તથા તેમના પરિવારજનો અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. ચુકાદો આવ્યા બાદ ડોક્ટર મોહંતીએ કહ્યું કે મેં મારી આખી જિંદગી લોકોની સેવામાં વિતાવી દીધી છે.મારી ઉપર આવા જુઠ્ઠા આક્ષેપ શા કારણે થયા તે હું આજે પણ નથી સમજી શકતો.