ગાંધી ફેમિલીના મિત્ર સોંરોસ અંગે વળી શું નવી બબાલ પેદા થઈ ? જુઓ
કોંગ્રેસ સોરોસ જીનમાંથી મુક્ત થાય તેમ લાગતું નથી. ભારતીય જનતા પાર્ટીએ આ શિયાળુ સત્ર દરમિયાન સોરોસ મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. હવે આ વિવાદે નવું સ્વરૂપ લીધું છે. આ વિવાદમાં બે શક્તિશાળી નેતાઓ સામેલ છે – શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા હરદીપ સિંહ પુરી. મુદ્દો એ છે કે ૧૫ વર્ષ પહેલા અમેરિકામાં સોંરોસને બેઠકમાં કોણે બોલાવ્યા હતા ? થરૂરે કે હરદીપસિંહ પુરીએ ?
વાસ્તવમાં, સોરોસ પર કોંગ્રેસના નેતા શશિ થરૂરની 2009ની ટ્વિટર પોસ્ટ વાયરલ થઈ રહી હતી, જેના પર થરૂરે સ્પષ્ટતા આપતા જવાબ આપ્યો છે. જો કે, થરૂરના અધૂરા જવાબથી કેન્દ્રીય મંત્રી ગુસ્સે થયા અને સમગ્ર સત્ય પોસ્ટ કરી દીધું. સોંરોસ સાથે બેઠક થઈ હતી તે મુદા પર બનેએ પોતાનો પક્ષ ટ્વિટ પર મૂક્યો હતો. પૂરી ૧૫ વર્ષ પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં દેશના રાજદૂત હતા. એમના ઘરે બેઠક થઈ હતી.
શશિ થરૂરે 2009માં સોરોસ વિશે ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટ હવે વાયરલ થઈ રહ્યું છે. હવે થરૂરે આ ટ્વીટ અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. થરૂરે કહ્યું કે તેઓ અમેરિકામાં વર્તમાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીના ઘરે સોરોસને મળ્યા હતા. આ ટ્વિટ પર કેન્દ્રીય મંત્રી ગુસ્સે થઈ ગયા. તેણે થરૂર પર અડધુ સત્ય રજૂ કરવાનો આરોપ લગાવ્યો. તેણે તે બેઠકનું સમગ્ર સત્ય જાહેર કર્યું. તેમણે કહ્યું, ‘કોંગ્રેસના સાંસદે સમગ્ર મામલો નથી કહ્યો. તેમણે કહ્યું કે થરૂરે જ તેમને ડિનરમાં ભાગ લેનારા મહેમાનોની યાદી સોંપી હતી.
જૂઠું બોલવાની કળા હોવી જોઈએ
હરદીપ પુરીએ પોતાના ટ્વીટમાં કહ્યું, ‘જૂઠું બોલવા માટે ભાષાનો ઉપયોગ કલા તરીકે કરવો પડે છે. મારા કેટલાક કોંગ્રેસી મિત્રો આમાં નિષ્ણાંત છે, પરંતુ તેમણે પોતાના જોખમે ટ્વીટ કરવું જોઈએ. તત્કાલીન રાજ્યમંત્રી તેમને મળવા માંગતા હતા, તેમણે જ મને ગેસ્ટ લિસ્ટ આપ્યું હતું. આમાં જ્યોર્જ સોરોસનું નામ પણ સામેલ છે.
કઈ ટ્વીટ થઈ રહી છે વાયરલ ?
શશિ થરૂરની 2009ની ટ્વીટ વાયરલ થઈ રહી છે. આમાં તે 2009માં સોરોસને મળ્યા હતા. તે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘મારા જૂના મિત્ર શશિ થરૂરને મળ્યા. ભારત અને પડોશીઓ વિશે ચર્ચા કરી. તે રોકાણકાર કરતાં પણ વિશેષ છે. તે વિશ્વના ગંભીર નાગરિક છે.’ જેના જવાબમાં થરૂરે લખ્યું, ‘તત્કાલીન રાજદૂત પુરીએ કેટલાક પ્રખ્યાત અમેરિકન નાગરિકોને મારી સાથે ડિનર પર ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું. હવે હું તેમના (સોરોસ)ના સંપર્કમાં નથી અને આમાં કોઈ રાજકીય સૂચિતાર્થ નથી.