બજેટમાં કેવા પગલાં આવી શકે છે ? વાંચો
આગામી કેન્દ્રીય બજેટમાં સરકાર બધા જ વર્ગના લોકોને રાહત આપવા માંગે છે અને આ બારામાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે . ભાજપ સરકાર ઘોષણા પત્રમાં કરેલા વાયદા પણ પૂરા કરવા માંગે છે અને હવે એવા સંકેત મળ્યા છે કે રોજગાર વધારવા માટે સરકાર ખજાનો ખોલી શકે છે.
આ વખતનું બજેટ યુવા, મહિલા, રોજગાર અને મધ્યમ વર્ગ પર ફોકસ કરશે તેવી પૂરી સંભાવના છે. આયુષમાન ભારતમાં રૂપિયા 5 લાખ સુધીની સારવાર મફતમાં ચાલુ જ રાખશે. એ જ રીતે 70 વર્ષથી વધુની વયના વડીલોને મફત સારવાર આપવાની પણ સરકારની યોજના છે.
સરકાર જનક્લ્યાણકારી યોજનાઓના બજરતમાં વધારો કરી શકે છે. એ જરીતે યુવાઓ માટે રોજગાર પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે. ઉત્પાદન, રોકાણ, માળખાગત ક્ષેત્ર, સ્ટાર્ટ અપ અને પર્યટન જેવા સેક્ટરોમાં યુવાઓ માટે રોજગાર ઊભા કરવાનો પ્રયાસ થઈ શકે છે. સરકાર યુવાઓને ખુશ કરવા માંગે છે. આ સેક્ટરો સાથે જોડાયેલી પરિયોજનાઓ માટે વધારે બજેટ ફાળવણી થઈ શકે છે.
ખાસ કરીને ઉત્પાદન અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલી યોજનાઓ પર બજેટમાં ખાસ ધ્યાન આપવામાં આવશે. સ્ટાર્ટ અપને લઈને પણ મોટી જાહેરાતો થવાની આશા છે. યુવાનો પોતાની તાકાત વડે જ બિઝનેસમાં આગળ વધે તે માટે સરકાર સહાયતા કરવા માંગે છે. આ ઉપરાંત ખેલ અને પર્યટન સહિતના સેક્ટરોમાં પણ મોટા એલાન થઈ શકે છે.
એ જ રીતે મહિલાઓ માટે પણ રોજગારના નવા અવસર પેદા કરવા માટે બજેટમાં મોટી જાહેરાતો થઈ શકે છે તેવી શક્યતા છે. મહિલાઓના બ્રેસ્ટ કેન્સર સહિતના રોગ સામે લડવા માટે પણ સરકાર સહાયતા જાહેર કરી શકે છે.