બંગાળના ટીએમસીના સાંસદ યુસુફ સામે કેવો થયો વિરોધ ? શું છે કારણ ? જુઓ
વક્ફ બિલને લઈને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસથી કોમી તોફાનો થઈ રહ્યા છે, ત્યારેગુરુવારે વડોદરા ખાતે એક યુવકે ગળામાં કાળા કલરનો ખેસ ધારણ કરીને પશ્ચિમ બંગાળના બેહરામપુર સીટ પરથી વિજેતા બનેલા યુસુફ પઠાણના ઘર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અશાંતિ વચ્ચે શાંતિનો સંદેશ નહીં આપવા બદલ આ વિરોધ દર્શાવાયો હતો.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટર યુસુફ પઠાણ વડોદરા ખાતે તાંદલજા વિસ્તારમાં આવેલા બંગલામાં રહે છે અને તે પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી ટીએમસીના સાંસદ તરીકે વિજેતા બન્યા હતા. પઠાણે ઉલ્ટાનું અશાંતિ દરમિયાન ચા પીતો હોય તેવો વિડીયો હસતાં હસતાં શેર કર્યો હતો અને તેની ટીકા થઈ હતી.
પશ્ચિમ બંગાળમાં યુસુફ પઠાણ જે લોકસભા સીટ પરથી વિજેતા બન્યા હતા તે લોકસભા ક્ષેત્રમાં વક્ફ બિલના કારણે કોમી તોફાન થયા હોવા છતાં હજી સુધી યુસુફ પઠાણે શાંતિનો કોઈ સંદેશ આપ્યો નથી. આ ઉપરાંત ઘટનાને વખોડી કાઢી ન હોવાના કારણે ગજેન્દ્ર ગોસ્વામી નામના યુવકે યુસુફ પઠાણના ઘર સામે ગળામાં કાળો ખેસ ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત યુવકે માંગ કરી હતી કે કોમી તોફાનની ઘટનાને સાંસદે વખોડી કાઢવી જોઈએ અને શાંતિનો સંદેશ પણ આપવો જોઈએ. આ પ્રકારના વિરોધને પગલે બહરે ચર્ચા પણ શરૂ થઈ હતી.