રિઝર્વ બેન્ક કેવા લોનધારકોને રાહત આપવા જઈ રહી છે ? વાંચો
સમય પહેલા જ લોન ચૂકતે કરીને બંધ કરનારા લોન ધારકોને રિઝર્વ બેન્ક મોટી રાહત આપશે અને ટુંક સમયમાં જ આ અંગેના પગલાં જાહેર કરાશે તે લગભગ નક્કી જ છે. વ્યક્તિઓ અને એમએસએમઇની બિઝનેસ લોન પર લગાવાતા પ્રિ-પેમેન્ટ ચાર્જને હટાવી દેવામાં આવશે.
બેન્ક દ્વારા આ પ્રસ્તાવ રાખી દેવાયો છે. આ પ્રસ્તાવ મંજૂર થઈ ગયા બાદ આવા લાખો લોનધારકોને મોટી રાહત મળી જવાની છે . આ લોન પર ફ્લોટિંગ રેટ લગાવવામાં આવે છે અને હવે થોડા સમય બાદ તે નીકળી જશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે .
કેન્દ્રીય બજેટમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરાયો હતો અને રિઝર્વ બેન્ક દ્વારા નાણા મંત્રાલયને પણ આ બાબતે જાણ કરી દેવાઈ છે અને દરખાસ્ત મોકલી દેવાઈ છે અને નાણા મંત્રાલય પણ આ બાબતે પોઝિટિવ વલણ ધરાવે છે તેમ બહાર આવ્યું છે .
ખાસ કરીને એમએસએમઇ દ્વારા આ પ્રકારની લોન લેવામાં આવે છે અને એ જ રીતે વ્યક્તિઓ દ્વારા પણ જે લોન લેવામાં આવે છે અને ત્યારબાદ સમય પહેલા જ ચૂકતે કરી દેવામાં આવે છે એમના પર આ ચાર્જ લગાવવામાં આવે છે . આમ તો ઘણા સમયથી આ પ્રકારના ચાર્જને નાબૂદ કરવાની વાતો થઈ રહી છે પણ હવે નક્કર કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે .