કંગના રનૌતે રાહુલ ગાંધી વિષે શું કહી વિવાદ જગાવ્યો ? વાંચો
મંડીથી ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કંગનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ માટે ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હંમેશા બંધારણને ઠેસ પહોંચાડે છે. રનૌતે કહ્યું કે રાહુલ ગાંધી જે સ્થિતિમાં સંસદમાં પહોંચે છે અને જે પ્રકારની દલીલો કરે છે તેને જોઈને લાગે છે કે તે હંમેશા નશામાં હોય છે.
કંગના આ પહેલા પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરી ચૂકી છે. કંગનાએ 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સૂચન કર્યું કે કોંગ્રેસના નેતાએ તાત્કાલિક કોઈ ઉપચાર કરવો જોઈએ. 18મી લોકસભાના પહેલા સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા દરમિયાન કંગના રનૌતે રાહુલ ગાંધીના ભાષણને બેજવાબદાર ગણાવ્યા હતા.
છેલ્લા બે દિવસથી રાહુલ ગાંધી લોકસભામાં કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. બજેટ પર ચર્ચા દરમિયાન તેમણે ભાજપના ચૂંટણી ચિન્હને ચક્રવ્યૂહનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ચક્રવ્યુહ બનાવીને દેશના લોકોને ઘેરી લેવાનો અને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. પોતાના ભાષણમાં તેમણે ખેડૂતો, સામાન્ય માણસ, અગ્નિવીર અને મહિલાઓના મુદ્દા ઉઠાવ્યા.