ઢંઢેરામાં ભ્રષ્ટાચારીઓને શું સંકેત ? વાંચો
ભાજપના ચુંટણી ઢંઢેરામાં દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેનું અભિયાન વધુ ગતિશીલ બનાવવાનું એલાન કરવામાં આવ્યું છે. દેશમાં ભ્રષ્ટાચારીઓની સામે કડક કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે અને કોઈ પણ મોટા માથાને છોડવામાં આવશે નહીં.
સંકલ્પ પત્રમાં એમ જણાવાયું છે કે દેશને લૂટનારા લોકોએ દેશની સંપત્તિ પાછી આપવાની જ છે. ભ્રષ્ટાચાર ગરીબોના હક્ક પર તરાપ મારે છે અને લોકોમાં અન્યાયની ભાવના ઉજાગર કરે છે. ભ્રષ્ટાચાર સામે મેદાને પડેલી એજન્સીઓને છુટ્ટો દોર આપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં અનેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ભ્રષ્ટાચાર આચરનારા અનેક લોકો અત્યારે જેલમાં છે અને વધુ લોકો સામે આકરા પગલાં આવી રહ્યા છે. આ કાર્યવાહી તટસ્થ રીતે કરવામાં આવી રહી છે. કેટલાક લોકો અને કેટલીક પાર્ટીઓ ભ્રષ્ટાચારીઓને બચાવવા માંગે છે. પણ મોદી સરકારની ત્રીજી ટર્મમાં પણ આ અભિયાન ચાલુ જ રહેશે.