વિશ્વના ૮ મહાન દેશોની યાદીમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું ? જુઓ
અમેરિકી વેબસાઇટ દ્વારા યાદી જાહેર કરાઇ : ભારતે બ્રિટન અને ફ્રાંસને પાછળ રાખી દઈ આગેકૂચ કરી; અમેરિકા પ્રથમ નંબરે છે
દુનિયાની 8 મહાન શક્તિઓની યાદીમાં ભારત ઝડપથી પોતાની ધાક જમાવે છે અને આગળ વધે છે અને ગર્વની વાત એ છે કે ભારતે ફરી આ સિધ્ધી મેળવી છે. ચાલુ માસમાં જ અમેરિકાથી પ્રસિધ્ધ કરાયેલા અહેવાલમાં ભારતને 8 મહાન શક્તિઓની યાદીમાં ૫ મુ સ્થાન આપવામાં આવ્યું છે.
અમેરિકી ન્યૂઝ વેબસાઇટ ૧૯ -ફોર્ટીફાઇવ દ્વારા આ યાદી જાહેર કરાઇ છે. જેમાં ભારતે બ્રિટન, ફ્રાંસ અને સાઉથ કોરિયાને પાછળ રાખી દીધા છે. આર્થિક, સામાજિક, રાજકીય પ્રભાવ, સ્થિરતા અને શક્તિના આધાર પર આ લિસ્ટમાં સ્થાન આપવામાં આવે છે.
આ યાદીમાં અમેરિકા પ્રથમ નંબર પર છે. ચીન બીજા , રશિયા ત્રીજા, જાપાન ચોથા અને ભારત પાંચમા સ્થાન પર આવી ગયું છે. બ્રિટન અને ફ્રાંસ પાછળ ઠેલાઈ ગયા છે. ફ્રાંસને હવે ૬ ઠું સ્થાન અપાયું છે. બ્રિયન ૭ માં નંબર પર ગયું છે.આમ બહર્ટ પોતાની તાકાત વધારી રહ્યું છે.
જો કે ચીનની દરે ક્ષેત્રમાં આગેકૂચ હોવા છતાં અમેરિકાઅને જ પ્રથમ સ્થાન પર રાખવામાં આવ્યું છે. યુક્રેન સાથે યુધ્ધ ચાલુ છે છતાં રશિયાને ત્રીજા સ્થાને રાખવામાં આવ્યું છે. જો કે આ લિસ્ટમાં એશિયાના ૪ દેશોનો સમાવેશ થઈ ગયો છે. આમ વૈશ્વિક રૂપથી એશિયાનો દબદબો વધી રહ્યો છે અને ભારત માટે તો ગૌરવની હકીકત છે. વિશ્વના ૮ મહાન દેશોની યાદીમાં ભારત આગળ વધી રહ્યું છે.
અત્યારે વિશ્વમાં ભારતની નામના ખૂબ જ વધી ગઈ છે અને દરેક મોરચે ભારતે પોતાની તાકાત અને પરિપક્વતા બતાવી છે અને એ જ રીતે આર્થિક ક્ષેત્રમાં પણ ભારત સતત આગળ વધી રહ્યું છે. મોદી સરકાર માટે પણ આ મહત્વની બાબત બની છે.