દેશમાં મહિલા રોકાણકારોની કેટલી થઈ સંખ્યા ? વાંચો
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં નાણાકીય બજારોમાં મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી છે. એસબીઆઇના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2022 થી મહિલા રોકાણકારોની ભાગીદારી સતત વધી રહી છે. રિપોર્ટ દર્શાવે છે કે રજિસ્ટર્ડ રોકાણકારોમાં મહિલાઓની ભાગીદારી નાણાકીય વર્ષ ૨૦૨૫ માં 1.3% વધીને 23.9% થઈ છે, જે ૨૦૨૨ માં 22.6% હતી. આ વૃદ્ધિ માત્ર નાણાકીય સમાવેશ પર ભાર મૂકે છે, પરંતુ લિંગ સમાનતા તરફ ભારતની પ્રગતિનું પ્રતીક પણ છે. ગુજરાતની ટકાવારી રાષ્ટ્રીય એવરેજ કરતાં ૨૭.૪ ટકા રહી છે. એટલે વધી છે.

દિલ્હી-મહારાષ્ટ્ર. ગુજરાત ટોચ પર
રિપોર્ટ અનુસાર કેટલાક રાજ્યોમાં નાણાકીય બજારોમાં મહિલા રોકાણકારોની ભાગીદારી રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી વધારે છે. દિલ્હી (29.8%), મહારાષ્ટ્ર (27.7%) અને તમિલનાડુ (27.5%) જેવા મોટા રાજ્યોમાં, આ વર્ષે અત્યાર સુધીમાં ૨૦૨૫ માં મહિલાઓની ભાગીદારી દેશની સરેરાશ 23.9% કરતાં વધુ રહી છે. જો કે, બિહાર (15.4%), ઉત્તર પ્રદેશ (18.2%) અને ઓડિશા (19.4%) જેવા રાજ્યો 20% કરતા ઓછી મહિલાઓની ભાગીદારી સાથે પાછળ છે.
છેલ્લા ત્રણ વર્ષમાં, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં મહિલા રોકાણકારોની ભાગીદારીમાં 3% થી વધુનો વધારો થયો છે. આ સૂચવે છે કે દેશના વિવિધ પ્રદેશોમાં નાણાકીય સાક્ષરતા અને જાગૃતિ વધી રહી છે.
મહિલા રોકાણકારોની ભાગીદારીના મામલામાં આસામ પાછળ છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં મહિલા રોકાણકારોની સંખ્યામાં 1.9%નો ઘટાડો થયો છે. બિહારમાં ૧.૯ ટકાનો ઘટાડો થયો છે .