ચોમાસામાં હવામાન વિભાગ દ્વારા રંગ મુજબ આપવામાં આવતા એલર્ટનો મતલબ શું થાય?
ચોમાસામાં વરસાદને લઈને જે એલર્ટ આપવામાં આવે છે એ એલર્ટ હવામાન વિભાગ એટલે કે India Meteorological Department દ્વારા આપવામાં આવે છે.જેની માહિતી તમે પણ આ વેબસાઈટ પર વિઝીટ કરીને જાણી શકો છો. https://mausam.imd.gov.in/હવામાનને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ રહેતા લોકોને એલર્ટ કરવા માટે માટે યલો, ઓરેન્જ, રેડ અને ગ્રીન એલર્ટ જાહેર કરતાં હોય છે. પણ આ કલર મુજબ ક્યા એલર્ટનો મતલબ શું થાય?
તો સૌથી પહેલા વાત કરીએ યલો એલર્ટની

તો યલો એલર્ટનો મતલબ થાય છે કે, અત્યારની પરિસ્થિતિ મુજબ હાલમાં કોઈ આફત નથી, પણ ગમે ત્યારે હવામાનની ખતરનાક સ્થિતિ તમારી સામે આવી શકે છે જેના માટે તૈયાર રહેવું.
ત્યારબાદ આવે છે ઓરેન્જ એલર્ટ

તો ઓરેન્જ એલર્ટનો મતલબ એ થાય છે કે, ખતરો નજીક છે જેથી સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈપણ સમયે હવામાનની ખતરનાક સ્થિતિનો સામનો થઈ શકે છે,જેથી એ પરિસ્થિતિનો પહોંચી વળવા તમામ તૈયારી કરી લેવી જોઈએ
ઓરેન્જ એલર્ટ બાદ આવે છે રેડ એલર્ટ

તો રેડ એલર્ટ હવામાનની ખતરનાક સ્થિતિનો એક સંકેત છે. જે સાવચેત કરવા માટે જાહેર કરવામાં આવે છે, કે હવે તમારે પોતાનું ધ્યાન રાખવાની સાથે તમામ નિયમોનું પાલન કરવાનું છે.
અને સૌથી સેફ છે ગ્રીન એલર્ટ

તો જયારે પણ ગ્રીન એલર્ટ આપવામાં આવે છે ત્યારે સમજવું કે, હવામાન એકદમ ક્લિયર છે, ડરવાની કે ભયની કોઈ વાત નથી, તમે પોતાને સેફ સમજીને પોતાની રૂટિન લાઈફ ફરી શરુ કરી શકો છો.