Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મુસ્લિમ મહિલાઓ અંગે સુપ્રીમ કોર્ટે શું મહત્વનું ફરમાન કર્યું ? જુઓ

Wed, July 10 2024

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વના ફરમાનમાં કહ્યું હતું કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા પણ સીઆરપીસીની કલમ 125 હવે બીએનએસએસ ની કલમ 144 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. તે આ માટે અરજી દાખલ કરી શકે છે. આવા મામલામાં ધર્મ ક્યાંય વચમાં આવતો નથી. કોઈ પણ વિવાહિત મહિલા અલગ થવાની સ્થિતિમાં પતિ પાસેથી ગુજારો માંગી જ શકે છે. મુસ્લિમ મહિલા પણ પતિ સાથે તલાક થયા બાદ ગુજારાની હકદાર છે . ગુજારો આપવો કોઈ ચેરિટી નથી પણ મહિલાનો અધિકાર છે. હવે સીઆરપીસીના સ્થાને બીએનએસએસની કલમ 144 લાગુ થઈ છે તેમાં સીઆરપીસી કલમ 125 જેવી જ જોગવાઈ છે.

જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે મુસ્લિમ યુવકની અરજીને ફગાવી દેતા આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 1986 બિનસાંપ્રદાયિક કાયદાને ઓવરરાઇડ કરશે નહીં. મુસ્લિમ યુવકે તેલંગણા હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.


જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે અમે અપીલને એ નિષ્કર્ષ સાથે ફગાવી રહ્યા છીએ કે કલમ 125 માત્ર પરિણીત મહિલાઓને જ નહીં પરંતુ તમામ મહિલાઓને લાગુ પડશે.

બેન્ચે પૂછ્યું કે શું અરજદારે ઇદ્દતના સમયગાળા દરમિયાન પત્નીને કંઈ ચૂકવ્યું હતું? તેના પર અરજદારે કહ્યું- 15,000 રૂપિયાનો ડ્રાફ્ટ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ પત્નીએ લીધો ન હતો. છૂટાછેડા પછી ઇદ્દત એ સમયગાળો છે જ્યારે પત્નીને કોઈની સાથે લગ્ન કરવાની અથવા કોઈની સાથે સંબંધ રાખવાની મંજૂરી નથી.


1 જુલાઇથી સીઆરપીસીના સ્થાને બીએનએસએસ દેશમાં લાગુ થઈ ગયું છે. બીએન એસએસ કલમ 144 એ જ જોગવાઈઓ ધરાવે છે જે સીઆરપીસીની કલમ 125 માં હતી.


જાણો શું છે કલમ 125
કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (હવે BNSSની કલમ 144) ની કલમ 125 માં ભરણપોષણની જોગવાઈ છે. આ મુજબ, કોઈપણ વ્યક્તિ કે જેની પાસે પોતાનું ભરણપોષણ કરવા માટે પૂરતું સાધન છે તે તેની પત્ની, બાળકો અને માતાપિતાને ભરણપોષણ આપવાનો ઇનકાર કરી શકે નહીં.


અબ્દુલ સમદ નામના યુવકે ફેમિલી કોર્ટના મહિને રૂપિયા 20 હજાર આપવાના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં તેની રકમ ઘટાડીને રૂપિયા 10 હજાર કરવામાં આવી હતી. ત્યારબાદ યુવકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ અપીલ ફગાવી દીધી હતી.

Tags:

suprem court

Share Article

Other Articles

Previous

WhatsApp હવે તમને સાયબર ફ્રોડનો શિકાર થવાથી બચાવશે…આવી રહ્યું છે  નવું ધમાકેદાર ફીચર  

Next

કાઝીરંગા નેશનલ પાર્ક માં ડૂબી જવાથી 159 પ્રાણી ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બદ્રીનાથનાં રસ્તા પર પહાડનો એક મોટો ભાગ ધસી પડ્યો, ભયાનક ભૂસ્ખલનનું દ્રશ્ય કેમેરામાં કેદ
નેશનલ
2 વર્ષ પહેલા
આજે સાંજે ચાર વાગે સંસદમાં વડાપ્રધાન મોદી સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોશે
Breaking
1 વર્ષ પહેલા
“HAPPY BIRTHDAY MY PRINCESS” ગર્લફ્રેન્ડ માહિકાના બર્થ ડે પર હાર્દિક પંડયાએ કરી રોમેન્ટિક પોસ્ટ, પૂલનો શર્ટલેસ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
Entertainment
1 મહિના પહેલા
દિલ્હી: રાષ્ટ્રીય શોકના કારણે 29 ડિસેમ્બરની ભાજપની ‘પરિવર્તન રેલી’ રદ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર