શ્યામ રંગીલા શું કરવા જઈ રહ્યો છે ? જુઓ
કોની સામે મેદાને પડશે ?
વડાપ્રધાન મોદી અને કોંગી નેતા રાહુલ ગાંધીની મિમિક્રી કરીને ચર્ચાસ્પદ બનેલા રાજસ્થાનના કોમેડિયન શ્યામ રંગીલા હવે જે કરવા જઈ રહ્યો છે તે મજાક નથી અને મિમિક્રી પણ નથી. તેણે એવી જાહેરાત કરી છે કે વારાણસીમાં તે વડાપ્રધાન મોદી સામે લોકસભાની ચુંટણી લડશે.
એક્સ પર રંગીલાએ આ મુજબની પોસ્ટ મૂકી હતી. પહેલા તો આ વાત મજાક જ લાગી હતી પણ ત્યારબાદ ઇંડિયન એક્સપ્રેસ અખબાર સાથેની વાતચીતમાં રંગીલાએ કહ્યું હતું કે પોતે ચુંટણી લડવા જઈ રહ્યો છે. થોડાક દિવસો બાદ પોતે વારાણસી જશે અને ઉમેદવારી પત્ર ભરશે.
તેણે વધુમાં એમ પણ કહ્યું હતું કે લોકો ગમે ત્યારે ઉમેદવારીપત્ર પાછા ખેંચી લ્યે છે. લોકતંત્રની રક્ષા માટે હું ચુંટણી લડવા માંગુ છું અને હું મારુ ઉમેદવારીપત્ર પાછું નહીં ખેંચું. હું જનતાને સંદેશ આપવા માંગુ છું કે ચુંટણી થશે અને મને પણ વોટ આપી શકાય છે.