એનઆરઆઈ અંગે રિઝર્વ બેન્કી શું માહિતી આપી ? વાંચો
રિઝર્વ બેન્કે આપી માહિતી : ગયા વર્ષ કરતાં બમણી આવક થઈ ગઈ
દેશના અર્થતંત્ર પર માત્ર વિદેશી સરકારોને જ ભરોસો છે એવું નથી પણ વિદેશમાં વર્ષોથી વ્યવસાય કરતાં ભારતીયો પણ દેશ પર ફીદા રહ્યા છે અને અહીની નીતિથી ફાયદા લઈ રહ્યા છે. એમનું રોકાણ અને સાથે બેન્કોમાં પણ ડિપોઝિટ વધી રહ્યા છે.
વિદેશમાં રહેતા ભારતીયોએ નાણાકીય વર્ષ ૨૦૨૪ માં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન બિન-નિવાસી ભારતીય ડિપોઝિટ સ્કીમમાં લગભગ $12 બિલિયન જમા કરાવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ રકમ ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન જમા કરવામાં આવેલી રકમ કરતાં લગભગ બમણી છે.

એપ્રિલ-ઓક્ટોબર 2024 દરમિયાન એનઆરઆઈ સ્કીમ્સમાં જમા થયેલ ભંડોળ $11.89 બિલિયન હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં $6.11 બિલિયન હતું. આ સાથે ઑક્ટોબર 2024 સુધીમાં એનઆરઆઈની કુલ ડિપોઝિટ વધીને $162.69 બિલિયન થઈ ગઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં $143.48 બિલિયન હતી.
એકલા ઑક્ટોબરમાં, વિવિધ એનઆરઆઈ થાપણ યોજનાઓમાં $1 બિલિયનથી થોડું વધારે જમા કરવામાં આવ્યું હતું. એનઆરઆઈ ડિપોઝિટ સ્કીમમાં ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ ડિપોઝિટ, નોન રેસિડેન્ટ એક્સટર્નલ ડિપોઝિટ અને નોન રેસિડેન્ટ ઑર્ડિનરી ડિપોઝિટનો સમાવેશ થાય છે. એમ માનવામાં આવે છે કે આગામી દિવસોમાં પણ આ રકમ વધી શકે છે.