અરવિંદ કેજરીવાલે શું કરી મહત્વની વાત ? વાંચો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. એમણે કહ્યું હતું કે રાજીનામું આપવું જોઈએ કે જેલથી સરકાર ચલાવવી જોઈએ તે બારામાં જનતા કહેશે તે અમે કરશું. કેજરીવાલે કહ્યું કે, આપણું સંગઠન અને કાર્યકર્તા આમ આદમી પાર્ટીની સૌથી મોટી તાકાત છે. તેમણે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મને જેલ મોકલવાનો પ્લાન બનાવાયો છે.
કેજરીવાલે કહ્યું કે, અમે લોકો જેલ જવાથી નથી ડરતા. હું એકવાર 15 દિવસ જેલમાં રહીને આવ્યો છું. અંદર બરાબરની તૈયારી હોય છે, એટલા માટે જેલ જવાથી તમે પણ ન ડરો. જો ભગત સિંહ આટલા દિવસ જેલમાં રહી શકે છે. મનીષ સિસોદિયા 9 મહિના જેલમાં રહી શકે છે. સત્યેન્દ્ર જૈન એક વર્ષ જેલમાં રહી શકે છે, તો અમને જેલ જવાનો ડર નથી.
આપ સંયોજકે વધુમાં કહ્યું કે, અમને સત્તાની લાલચ નથી. 49 દિવસ બાદ રાજીનામું આપ્યું હતું. કોઈ પોતાની ચોકીદારની નોકરીથી રાજીનામું નથી આપતું. મારા ખ્યાલથી દુનિયાનો પહેલો મુખ્યમંત્રી છું, જેમણે પોતાની મરજીથી 49 દિવસ બાદ રાજીનામું આપ્યું હોય. રાજીનામું હું પોતાના જૂતાની ટોચ પર લઈને ચાલું છું. મુખ્યમંત્રીની ખુરશીની લાલચ નથી. મારે રાજીનામું આપવું જોઈએ કે જેલથી સરકાર ચલાવવી જોઈએ, આ અંગે અલગ-અલગ લોકો સાથે સૌથી ચર્ચા કરી રહ્યો છું. તમે તમામ ધારાસભ્યો-કોર્પોરેટરો સાથે પણ ચર્ચા કરી હતી. આજે પોતાના કાર્યકર્તા સાથે વાત કરી.
