કેન્દ્રના બજેટમાં શું મહત્વની જાહેરાતની સંભાવના છે ? વાંચો
કેન્દ્ર સરકારના બજેટમાં અનેક મહત્વની જાહેરાતો થઈ શકે છે. સ્થાન મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે સરકાર બજેટમાં મોટું પગલું ભરી શકે છે. સરકાર ફાર્મા, મેટલ, પેપર જેવા ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત વસ્તુઓની કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાચા માલ પર બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ છે. ડમ્પિંગને રોકવા માટે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી પણ વધારી શકાય છે.
મેટલ, ફાર્મા, પેપર, મેડિકલ ડિવાઈસ, ટેક્સટાઈલ અને લેધર સેક્ટરને ઈમ્પોર્ટ ડ્યૂટીમાં રાહત આપવામાં આવી છે. બજેટમાં ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ફેરફાર કરવાની તૈયારી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે.
એન્ટિબાયોટિક, કોપર અને સ્ટીલના કાચા માલની આયાત ડ્યુટીમાં ઘટાડો શક્ય છે. કાગળ, પેપરબોર્ડ, મેડિકલ ડિવાઈસ, એલ્યુમિનિયમ, ઝિંકમાં ડમ્પિંગ રોકવા માટે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો થઈ શકે છે. કાપડ, ચામડું, કૃષિ સાધનો જેવી 14 જેટલી વસ્તુઓમાં ડ્યુટીની ખામી છે. આ કારણે આ તમામ વસ્તુઓના ઇનપુટ પર આયાત ડ્યૂટીમાં ફેરફાર થઈ શકે છે.
સીમાઓની સુરક્ષા પર ફોકસ
દરમિયાનમાં દેશની સીમાઓની રક્ષા માટે બજેટમાં ફાળવણી વધારવામાં આવે તેવી સંભાવના છે. ગુપ્તચર તંત્રની મજબૂતી ઉપરાંત નવી બટાલિયન, સીમા પર આધારભૂત માળખા વગેરે માટે ફાળવણી થઈ શકે છે. બીએસએફ એર વિંગ માટે પણ ફાળવણી વધી શકે છે. ભારત -પાક સીમા અને ચીન સાથેની સીમા પર માળખાગત સુવિધા વધુ મજબૂત કરવામાં આવશે. સીઆઈએસએફ, બીએસએફ અને સીઆરપીએફ માટે ફાળવણી વધી શકે
છે.