અરવિંદ કેજરીવાલે શું કરી મહત્વની જાહેરાત ? કોને દીધો ઝટકો ? જુઓ
હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ચુંટણીમાં બૂરી દશા જોઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ હવે મોઢું ફેરવી રહ્યા છે. તેઓ એલર્ટ થઈ ગયા છે. રવિવારે એમણે એવી જાહેરાત કરી દીધી હતી કે દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં અમે કોઇની સાથે ગઠબંધન કરવાના નથી અને એકલા જ લડવાના છીએ. પત્રકાર પરિષદમાં એમણે આ જાહેરાત કરી હતી.
દિલ્હીના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં પરિવર્તન યાત્રા કાઢવાના ભાજપના નિર્ણય પર તેમણે કહ્યું, “તેમને બહાર જવા દો. લોકશાહીમાં દરેકને આમ કરવાનો અધિકાર છે. લોકશાહીમાં કોઈ કંઈ પણ કરી શકે છે.” કેજરીની જાહેરાત ગજબ છે, કારણ કે ઈન્ડિયા ગઠબંધનમાં તેઓ શામેલ છે પણ દિલ્હીમાં નથી ! કેજરીવાલ
આ પહેલા કેજરીવાલે કહ્યું હતું કે અમારા ઉત્તમ નગરના ધારાસભ્ય નરેશ બાલ્યાનની 30 નવેમ્બર 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જોકે એ તો ગેંગસ્ટર વિરુદ્ધ સતત ફરિયાદ કરી રહ્યા હતા. હવે તેમના બાળકને નિશાન બનાવવામાં આવ્યું છે. ગેંગસ્ટર કપિલ સાંગવાન વતી કહેવામાં આવ્યું હતું કે ‘તમે આ લોકો પાસેથી પૈસા લો અને અમને આપો, નરેશ બાલ્યાને આ ધમકીની ફરિયાદ દિલ્હી પોલીસમાં કરી છે. દિલ્હી પોલીસે તેની ફરિયાદ પર કાર્યવાહી કરવાને બદલે તેની ધરપકડ કરી હતી.
2025 માં ચુંટણી છે
ફેબ્રુઆરી 2025માં દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં આપ ચોથી વખત દિલ્હીમાં સત્તા પર પાછા ફરવા માટે સખત પ્રયાસ કરી રહી છે. બીજી તરફ આ વખતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ આપ વિરુદ્ધ આક્રમક વલણમાં જોવા મળી રહ્યા છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં તેણે 70 વિધાનસભા બેઠકોમાંથી 62 બેઠકો જીતી હતી. ભાજપના ઉમેદવારો આઠ બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા.