બંગાળમાં ઇડીની ટીમ સાથે શું બન્યું ? જુઓ
રાશન ગોટાળા મામલામાં ઇડીની ટીમ પશ્ચિમ બંગાળમાં સતત દરોડા પાડી રહી છે અને આ દરમિયાન જ ઇડીની એક ટીમ દરોડો પાડવા બંગાળના 24 પરાગના જિલ્લામાં ગઈ હતી. ટીએમસીના એક નેતાને ત્યાં દરોડો પાડતા પહેલા જ તેની ટીમ 200 લોકોન મોટા ટોળાએ હુમલો કરી દીધો હતો. ગ્રામીણ લોકો ટીમને ઘેરી વળ્યા હતા. ઇડીની ટીમની કારના કાચ ફોડી નાખ્યા હતા. અધિકારીઓને ઢસડીને માર મારવામાં આવ્યો હતો, પથ્થરમરામાં એક અધિકારીનું માથું ફાટી જતાં એમને દવાખાને ખસેડવા પડ્યા હતા.
આ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળોના વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઇડીની ટીમ ટીમસીના નેતા શાહજહાં શેખના ઘરે દરોડો પાડવા ગઈ હતી. આ દરમિયાન અચાનક 200 થી વધુ લોકોના ટોળાઓએ ટીમના વાહનો પર હુમલો કરિ તોડફોડ કરી નાખી હતી.
ઇડીની આ ટીમમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ હતા. પથ્થરમરામાં ગાડીઓને ભારે નુકસાની થઈ હતી. આ ઘટના બાદ ટીએમસી નેતા શેખની ધરપકડ કરી લેવાઈ હતી. બંગાળમાં રાશન કૌભાંડમાં છેલ્લા ઘણા દિવસોથી કાર્યવાહી ચાલી રહી છે.
રાશનની ચોરી બાદ તેના રૂપિયાની ભાગબટાઈ કરી દેવામાં આવી હતી. આ બારામાં અનેક લોકો સંડોવાયેલા છે અને બધા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ શુક્રવારે શેખના ઘરે દરોડો પડે તે પહેલા જ આવી ઘટના બની હતી. પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને ગાડીઓમાં નુકસાની કરનારા લોકોને શોધવામાં આવી રહ્યા છે.
એક અધિકારીના માથામાં ગંભીર ઇજા થઈ જતાં એમને દવાખાને ખસેડવા પડ્યા હતા. અનેક અધિકારીઓને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાથી ભારે રોષ ફેલાયો છે.