કેજરીવાલ પર શું આવી આફત ? જુઓ
ઇડીએ શું કહ્યું ?
તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થતી નથી. ઇડી શુક્રવારે એટલે આજે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી શકે છે. આ પૂરક ચાર્જશીટ અરવિંદ કેજરીવાલ અને કે. કવિતા સામે ફાઇલ થવાની છે. ઇડીએ કેજરીવાલને દારૂનીતીકાંડના મુખ્ય આરોપી અને મુખ્ય કાવતરાખોર બનાવ્યા છે. ગુરુવારે ઇડી દ્વારા જાહેર થયું હતું કે ચાર્જશીટ તૈયાર થઈ ગઈ છે. આમ કેજરીવાલ પર મુસીબતોનો પહાડ તૂટવાનો છે.
દરમિયાનમાં શુક્રવારે જ સુપ્રીમ કોર્ટ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. ઇડીએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે. કવિતાની 15 માર્ચે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરી હતી. જો કે ગુરુવારે ઇડીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને એવી દલીલ કરી હતી કે ચુંટણી પ્રચાર મૌલિક અધિકાર નથી અને કાયદાકીય અધિકાર પણ નથી. પ્રચાર માટે જમીન આપવા જોઈએ નહીં.
ઇડીની ચાર્જશીટ પર આમ આદમી પાર્ટીના સૂત્રો કહે છે કે આ બીજેપીની ચાર્જશીટ છે ઇડીની નહીં. ભાજપનું કામ માત્ર અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનું છે. આ રાજકીય ઓપરેશન જ છે.
દારુ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન અંગે સુપ્રીમ કોર્ટ 10 મેના રોજ એટલે આજે પોતાનો આદેશ આપશે. ધરપકડ સામે કેજરીવાલની અરજીની સુનાવણી કરનાર બેન્ચનું નેતૃત્વ કરી રહેલા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું કે અમે શુક્રવારે વચગાળાનો આદેશ (વચગાળાના જામીન પર) પસાર કરીશું. ધરપકડને પડકારવા સંબંધિત મુખ્ય કેસની પણ તે દિવસે સુનાવણી થશે.