ચુંટણી પંચની કચેરી બહાર શું થઈ બબાલ ? જુઓ
પોલીસે કોની કરી ધરપકડ ?
સોમવારે દિલ્હીમાં ચુંટણી પંચની કચેરી બહાર ટીએમસીના સાંસદોએ ભારે ધમાલ કરી મૂકી હતી. કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ મૂકીને પાર્ટીના 10 સાંસદો કચેરી બહાર ધરણાં પર બેસી ગયા હતા. જો કે પોલીસે સમયસર પહોંચી જઈને એમને હટાવી દીધા હતા અને બધાની અટકાયત કરી હતી.
ટીએમસીના સાંસદો સાંજે ચુંટણી પંચની કચેરી પર પહોંચી ગયા હતા અને કેન્દ્રીય એજન્સીઓના કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા દુરુપયોગ સામે 24 કલાકના ધરણાં પર બેસી ગયા હતા. એમણે એવી માંગ કરી હતી કે ઇડી,સીબીઆઇ અને એનઆઈએ જેવી એજન્સીઓના વડાને હટાવીને બીજાની નિયુક્તિ કરવી જોઈએ.
સાંસદોએ એવો આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર વિપક્ષના નેતાઓને જુઠા કેસમાં ફસાવી રહી છે. ભાજપ ચુંટણી પહેલા જ ગમે તેમ કરીને અમારા નેતાઓને પકડીને પૂરી દેવા માંગે છે. જો કે સંસદોના હલ્લાબૉલ બાદ થોડીક જ વારમાં પોલીસ પહોંચી ગઈ હતી અને બધાની અટકાયત કરી લીધી હતી.