ચંદીગઢના મેયરની ચુંટણીમાં શું થયો ચમત્કાર ? વાંચો
ચંદીગઢ મેયર ચૂંટણીમાં આપ -કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો હતો. આ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર મનોજ કુમાર સોનકરે જીત નોંધાવી હતી. લોકસભા ચૂંટણી પહેલા આવેલ આ રિઝલ્ટને ઈન્ડિયા ગઠબંધનન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીમાં મનોજ કુમારને 16 મત મળ્યા હતા. બીજી તરફ આપ ઉમેદવાર કુલદીપ કુમારને 12 મત મળ્યા હતા. જ્યારે 8 મત રદ કરી દેવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીએ આ રિઝલ્ટ અંગે બીજેપી પર ધાંધલીનો આરોપ લગાવ્યો છે. આપ કાઉન્સિલર કમલપ્રીતે કહ્યું કે, મત રદ કરી દેવામાં આવ્યા છે. આ ધોકો છે. આઠ મત રદ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ મતો કેમ રદ થયા તે જણાવવામાં નથી આવ્યું.
બીજી તરફ અન્ય એક કાઉન્સિલરે કહ્યું કે, આ ચૂંટણીમાં મોટી ધાંધલી થઈ છે. આવું જ થતું રહેશે તો બધે બીજેપીની જ જીત થશે. 8 મત રદ કરી દેવામાં આવ્યા. આ કાળો દિવસ છે.
મેયરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. સમજૂતી હેઠળ આપએ મેયર પદ માટે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતો, જ્યારે કોંગ્રેસે ડેપ્યુટી મેયર અને સિનિયર મેયરના હોદ્દા માટે તેના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.