પોકમાં શું થયું ? કેટલાના મોત થયા ? વાંચો
પાકિસ્તાનનાં કબ્જા નીચેના કાશ્મીરમાં પાકિસ્તાનની પક્કડ ઢીલી થઈ ગઈ છે અને લોકોના હાથમાં તિરંગો દેખાઈ રહ્યો હતો લોકો ભારત સાથે ભળી જવા માંગે છે.. પોકમાં પાકિસ્તાન દમનકારી નીતિ અપનાવી રહ્યું છે. ટેક્સ, મોંઘવારી અને સતત વધતાં વીજળી બિલના વિરોધમાં દેખાવો યોજવા એકઠા થયેલા લોકો ઉપર પાકિસ્તાનની પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સે કાશ્મીરીઓ વિરૂદ્ધ કઠોર કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે દેખાવકારો ઉપર લાઠીઓ વરસાવી, ટીયર ગેસના ગોળા છોડયા અને હવામાં ફાયરીંગ પણ કર્યું. આ હિંસામાં બે દેખાવકારોનાં મૃત્યુ પણ થયા હતા, અનેક ઘાયલ પણ થયા હતા.
પાકના વહીવટકારોની ક્રૂરતા સામે પોકના લોકોએ વિદ્રોહ કરી દીધો છે. ભારતમાં લોકસભા ચુંટણી ચાલી રહી છે અને પોક ભારતમાં ભેળવી દેવાની વાતો પણ થઈ રહી છે ત્યારે પોકના લોકોએ પાક સામે બળવો ઉગ્ર બનાવી દીધો છે અને તીરંગા લહેરાવ્યા છે. ભારત સાથે વિલયની માંગ ફરી ઉગ્ર બની છે.
પાકિસ્તાનની સરકાર પોતાના કબ્જા નીચેનાં કાશ્મીરીઓ સાથે ગુલામો જેવો વ્યવહાર કરી રહી છે. ત્યાં વધતા ટેક્સ, સતત વધતી મોંઘવારી અને વધી રહેલા વીજળી બિલના વિરોધમાં તેમજ લોડ-શેડીંગનો વિરોધ કરવા કેટલાયે લોકો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા.
શનિવાર ૧૧ મેના દિવસે તેઓ શાંતિપૂર્ણ માર્ચ યોજવાના હતા. પરંતુ માર્ચ માટે મીરપુરના દડીયાલ વિસ્તારમાં દેખાવકારો એકઠા થયા હતા, ત્યાં જ પાકિસ્તાનની પોલીસ અને રેન્જર્સ કાળો કેર બની તેમની ઉપર તૂટી પડી હતી. લાઠીઓ વરસાવવી શરૂ કરી દીધી. ટીયર ગેસના ટોટા છોડયા અને હવામાં ફાયરિંગ પણ કર્યું.