મહારાષ્ટ્રના પરભણીમાં શું થયું ? કેવી રીતે હિંસા ફેલાઈ ? વાંચો
મહારાષ્ટ્રના પરભણીમાં બુધવારે એક અજાણ્યા શખસે બંધારણનું અપમાન કર્યું છે તે મુદ્દે ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. , જેના કારણે અનેક ઠેકાણે હિંસા ભડકી ઉઠી હતી. ટોળાએ પોલીસ પર પથ્થમારો કર્યો હતો. તો અનેક સ્થળે આગચંપી કરવામાં આવી હતી. . દેખાવો કરી રહેલા લોકો બંધારણનું અપમાન કરનારને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા હતા. દુકાનો અને વાહનોને આગને હવાલે કરી દેવાયા હતા. સમગ્ર વિસ્તારમાં કલમ 163 લાગુ કરી દેવાઈ હતી.
પથ્થમારો કરી રહેલા લોકો પર પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. કલાકો સુધી ધમાલ બાદ પરિસ્થિતિ વધુ તંગ દેખાતા અનેક સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. આ ઉપરાંત હિંગોલીમાં પણ દેખાવો શરૂ થયા હતા.
ઘટના વચ્ચે બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ‘પરભણીમાં જાતિવાદી મરાઠા ઉપદ્રવીઓએ બાબાસાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણની મજાક ઉડાવી છે, જે અત્યંત નિદનિંય અને શરમજનક છે. આવું પહેલીવાર બન્યું નથી, આ પહેલા પણ બાબાસાહેબની પ્રતિમા અથવા દલિતોની ઓળખસમાન પ્રતિક પર આવી તોડફોડ કરવામાં આવી છે.