ભારત ચીન મિલીટરી વચ્ચે શું વાત થઈ ? વાંચો
કેટલામી બેઠક મળી હતી?
ભારત અને ચીન વચ્ચે ફરીવાર મિલીટરી કક્ષાની બેઠક મળી હતી અને તેમાં બંને દેશના ટોચના અધિકારીઓ શામેલ થયા હતા. લાંબા સમય બાદ આ બેઠક મળી હતી અને તેમાં ખુલ્લા દિલે ચર્ચા કરવામાં આવી હતી.
સત્તાવાર અહેવાલોમાં જણાવ્યા મુજબ પૂર્વ લદાખમાં બોર્ડર પર હાલ તુરત શાંતિ જાળવવા માટે બંને દેશના અધિકારીઓ સહમત થયા હતા. એલ એ સી પાસે કોઈ જાતની અશાંતિ ઊભી નહીં કરવા અંગે ચર્ચા થઈ હતી અને અધિકારીઓએ પોઝિટિવ વલણ બતાવ્યું હતું.
જો કે એલએસી પાસે છેલા ત્રણ વર્ષથી જે પોઈન્ટ પર ઘર્ષણ થયા હતા તે વિષે હજુ સુધી કોઈ ઉકેલની દિશામાં વાત થઈ નહતી. પાછલા સમયમાં બંને દેશના સૈનિકો વચ્ચે કેટલાક પોઈન્ટ પર ઘર્ષણ થયું હતું. વિદેશ મંત્રાલય દ્વારા માહિતી અપાઈ હતી કે બંને દેશના મિલીટરી કક્ષાના અધિકારીઓ વચ્ચે ચર્ચાનો 21 મો રાઉન્ડ હતો. અત્યારે સીમા પર કોઈ વિવાદ નહીં જગાવવા માટે બંને સહમત થયા હતા.